Charotar Sandesh
ગુજરાત

નેટ બેંકિંગ : અમદાવાદમાં કંપની સાથે રૂ.૯૪ લાખની ઓનલાઈન ઠગાઈ…

અમદાવાદ : ટ્રેડીંગ ઈન એક્સપોર્ટ ઇન્સેન્ટીવ ડ્યૂટી ક્રેડીટ સ્ક્રિપ્ટનું કામકાજ કરતી ટ્રાઈડેન્ટ ઈન્ડિયા લિમિટેડ કંપનીના ખાતામાંથી હેકરે રૂ.૯૪ લાખની રકમ ટ્રાન્સફર કરી ઓનલાઈન ઠગાઈ આચરી છે. કંપનીના એમડીએ કોરોના મહામહારીમાં બેંકમાં જઇ શકાય તેમ ન હોઈ નેટ બેંકિંગ સુવિધા કંપનીના નૂતન નાગરિક સહકારી બેંકના એકાઉન્ટમાં કરાવી ને ઠગાઈનો ભોગ કંપની બની હતી. આરોપીઓએ ટ્રાઈડેન્ટ ઈન્ડીયા કંપનીના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરનું નવું સીમકાર્ડ લઈ, કાર્ડ સ્વાઈપ કરી કંપનીના નેટ બેંકિંગ પાસવર્ડ, યુઝર નેમ મેળવી રૂ.૯૪ લાખ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ટ્રાઈડેન્ટ ઈન્ડીયા કંપનીના એચઆર મેનેજર વિવેક દિનેશ પટેલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ. તેઓની કંપનીના ડાયરેકટર અમિષા ભાવિન મહેતા હાલ મુંબઈ ખાતે રહે છે.
કંપનીના એમડી જતીન પારેખ છે. કંપનીનું એકાઉન્ટ નૂતન નાગરિક બેંક લો ગાર્ડન બ્રાન્ચમાં છે. કંપનીના બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર મોબાઈલ નંબર આપેલો છે જેમાં બેંક ટ્રાન્ઝેક્શન ઓટીપી આવે છે. બેંક એકાઉન્ટની શરૂઆતમાં નેટ બેંકિંગની સુવિધા ન હતી. જોકે કોવિડમાં બેંકએ જઈ શકાય તેમ ન હોઈ કંપનીના એમડી જતીન પારેખે રૂબરૂ બેંકમાં જઇ નેટ બેંકિંગની સુવિધા કરાવી હતી. ગત તા.૨૬-૧૨-૨૦૨૦ના રોજ જે મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર હતો. તેના સીમ રિપ્લેસનો મેસેજ વોડાફોન તરફથી આવતા ટ્રાઈડેન્ટ ઈન્ડીયા કંપનીના
કર્મચારીએ વોડાફોનના અધિકારીને તેઓએ સીમ રિપ્લેસની કોઈ અરજી ન આપ્યાનું જણાવ્યું હતું. આથી વોડાફોનની વર્ચ્યુલ મેનેજર પ્રિયંકાએ તે મોબાઈલ નંબર ટેમ્પરરી સસ્પેન્ડ કરી બીજું નવું સીમકાર્ડ આપ્યું હતું. આ કાર્ડ ચાલુ ટ્રાઈડેન્ટ ઈન્ડીયા કંપનીની ભાવિકા અગ્રવાલે વોડફોનમાં મેઈલ કર્યા હતા. જોકે કાર્ડ ચાલુ ન થતા મોબાઈલ નંબર બંધ રહ્યો હતો.

Related posts

ફરી વરસાદ માટે તૈયાર રહો, ૧૩-૧૪ નવેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી…

Charotar Sandesh

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના ૬૨% બેડ ખાલી…

Charotar Sandesh

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની અભિનેત્રી ભૂમિ પટેલનું નિધન…

Charotar Sandesh