ભરૂચ : વડોદરાથી સુરત જતા નેશનલ હાઇવે નંબર ૪૮ પર નર્મદા ચોકડી પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી માર્યું છે. ટેન્કર બીજી ગાડીને ઓવરટેક કરવા ગયું ત્યારે અકસ્માત સર્જાયો.
મહત્વનું છે કે, ટેન્કરમાં સલ્ફ્યુરિક એસિડ ભરેલું હતું જેને કારણે રસ્તા પર જલદ કેમિકલ ફેલાઈ ગયું હતું. ત્યારે આ મામલે ભરૂચ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને લીકેજ પર કાબૂ મેળવ્યો હતો. રસ્તા પર ટેન્કર પલટી મારતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.