Charotar Sandesh
ગુજરાત

પક્ષમાં પદ કે ટિકિટ માટે કોઈ ગોડ ફાધરના ભરોસે ન રહે, મેરીટ જોવાશે : પાટીલ

પ્રમુખના તીખા તેવરથી અનેક ચર્ચા જાગી…

રાજકોટ : ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સૌરાષ્ટ્રમાં ભાજપને વધુ મજબૂત બનાવવા અને આગામી સમયમાં આવી રહેલી વિવિધ ચૂંટણીઓ માટે નવી રણનીતિ ઘડવા માટે હાલ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સીઆર પાટીલે પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળતા જ તેઓએ અનેક નવા નિયમો બનાવ્યા, નવી રણનીતિ બનાવી છે. ત્યારે આજે રાજકોટના પ્રવાસ દરમિયાન તેઓએ મોટુ નિવેદન આપ્યું છે. પત્રકાર પરિષદમાં સંબોધતા સીઆર પાટીલે દાવો કર્યો કે, દરેક બેઠક માટે અલગ રણનીતિ સાથે આગળ વધીશું. ઓછામાં ઓછી ૨૫ હજારની લીડથી જીતવાનો લક્ષ્યાંક રહેશે. કાર્યકરોને પણ સ્પષ્ટ સૂચના છે કે કોઈ જૂથમાં ના રહેવું. હવેથી ફક્ત મેરિટના આધારે જ કાર્યકરોને પદ, હોદ્દો કે ટિકીટ મળશે.
રાજકોટ ભાજપના નિષ્ક્રિય કાર્યકરો અને નેતાઓને સીઆર પાટીલે ટકોર કરીને ‘ચૂંટણીમાં ટિકિટ મળી જશે..’ તેવા ભ્રમમાં ન રહેવા ચીમકી આપી છે… સીઆર પાટીલે કાર્યકર્તાઓને કહ્યું કે, તમને એવું થાય કે અમારા વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી છે એટલે અમને તો તરત કહીં દેશે કે આનો ટિકિટ લઈ જાઓ, એટલે અમારું બુથ જો માયનસ હશે તો પણ ટિકિટ મળી જશે. એવા ભ્રમમાં રહેતા નહીં. વધુમાં પાટીલે કહ્યું કે, રૂપાણી સાહેબે જ મને એવું કહ્યું છે કે બુથ માયનસ હોય તેમને ટિકિટ આપવાની જ નહિ. હવે તમે બૂથમાં છેલ્લા ૪ ઈલેક્શનમાં કેટલા મત મળેલા તે પણ ચેક કરી લેજો અને તો જ ટિકિટની તૈયારી કરજો નહીંતર ખોટી મહેનત કરતા નહીં.

Related posts

ગુજરાત કોંગ્રેસનું ૧૦ દિવસનું મહાજનસંપર્ક અભિયાન કરાયું શરૂ…

Charotar Sandesh

રૂપાણી સરકારના વિરુદ્ધ ૧ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી કોંગ્રેસ ચલાવશે વિવિધ અભિયાન

Charotar Sandesh

તપવા તૈયાર રહેજો : આ વર્ષે ગરમીનો પારો ૪૫ ડિગ્રી પહોંચવાની સંભાવના…

Charotar Sandesh