Charotar Sandesh
બોલિવૂડ

પરેશ રાવલના મોતની અફવાઓ ઉડી, અભિનેતાએ કહ્યું- હું ઠીક છું, ચિંતા કરવાની જરૂર નથી…

મુંબઈ : કોરોના કાળમાં સામાન્ય વ્યક્તિથી લઈને અનેક ઘણા સેલેબ્સે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દરરોજ કોઈના મૃત્યુના સમાચારથી શોક લાગે છે. આ સાથે મૃત્યુની અફવાઓ પણ આ કોરોના સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે. તાજેતરમાં જ શક્તિમાન ફેમ મુકેશ ખન્નાના મોતની અફવાઓ ઉડી હતી. આવી જ રીતે બોલિવૂડના દિગ્ગજ નેતા પરેશ રાવલનાં મોતનાં સમાચાર ટ્રેન્ડ કરી રહ્યા હતા. પરંતુ આ સમાચાર અફવા સાબિત થયા.
પરેશ રાવલએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ખૂબ મોટું નામ છે. જ્યારે તેમના મૃત્યુના સમાચાર મળ્યાં તો તેમની સાથે કામ કરનારા ઘણા કલાકારો સહિત ચાહકો પણ નારાજ થઈ ગયા. પરેશ રાવલે આ અફવાઓને નકારી હતી. આ અફવા વિશે તેમણે જણાવવામાં આવ્યું ત્યારે તે મોટેથી હસી પડ્યા. અને કહ્યું, ’ના .. ના .. તમારી શુભેચ્છાઓ બદલ આભાર. દરેકને જણાવો કે હું ઠીક છું અને ચિંતા કરવાની જરાય જરૂર નથી.
માર્ચ મહિનામાં પરેશ રાવલ કોરોના સંક્રમિત થયા હતા. તેમણે ટ્‌વીટ કરીને લોકોને અપીલ કરી, છેલ્લા દસ દિવસમાં જેની સાથે સંપર્ક કરવામાં આવ્યો છે તેમણે કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. ફિલ્મોની વાત કરીએ તો પરેશ રાવલ અને દિગ્દર્શક પ્રિયદર્શનની જોડી ’હંગામા ૨’ માં જોવા મળશે. આ સાથે પરેશ રાવલ રાકેશ ઓમ પ્રકાશ મેહરાની ’તૂફાન’માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૨૧ મેના રોજ રીલિઝ થશે. તેમાં લીડ ફરહાન અખ્તર અને મૃણાલ ઠાકુર જોવા મળશે. આ ઉપરાંત પરેશ આંખ મિચૌલી અને સ્ટોરીટેલર ફિલ્મનો ભાગ બનશે.

Related posts

રુસો બ્રધર્સ ટોમ હોલાંડ સાથે નાના બજેટની ફિલ્મ બનાવશ

Charotar Sandesh

દીપિકા પાદુકોણની કોડવર્ડ લેંગ્વેજથી એનસીબી પણ સ્તબ્ધ…

Charotar Sandesh

કોરોના સંક્રમિત અક્ષય કુમાર થયો હોસ્પિટલમાં દાખલ…

Charotar Sandesh