Charotar Sandesh
વર્લ્ડ

પર્યાવરણમાં બદલાવની લડાઇમાં ભારત સુપરપાવર બની શકે : યુનો

યુનો : પર્યાવરણમાં થઇ રહેલા બદલાવની લડાઇમાં ભારત ખરાં અર્થમાં સુપરપાવર બની શકે એમ છે અને સ્વચ્છ ઊર્જાની મદદથી ભારત પર્યાવરણમાં થઇ રહેલા બદલાવનો સામનો કરવામાં વિશ્ર્‌વનેતા બનવાની ક્ષમતા ધરાવતું હોવાની વાત સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા એન્ટોનિયો ગુટારેસે કહી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે એ માટે ભારતે ફોસિલ આધારિત ઊર્જાને બદલે રિન્યુએબલ ઊર્જા તરફ વળવું પડશે.
એમણે વધુમાં જણાવ્યું હતું કે યુવાનો સાહસી પગલાં લેવા, સમાનતા અને સામાજિક ન્યાય લાવવામાં વિશ્ર્‌વાસ ધરાવે છે. આ સમય સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણ વિશે સાહસી નિર્ણયો લેવાનો છે. આપણને જોઇતી આગેવાની ભારત લે એવું હું ઇચ્છું છું.
એમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળાના સમયમાં ભારતની રિન્યુઍબલ ઍનર્જીનું ઉત્પાદન ૧૭ ટકાથી વધીને ૨૪ ટકા પર પહોંચી છે અને કોલસા આધારિત ઊર્જાનું ઉત્પાદન ૭૭ ટકાથી ઘટીને ૬૬ ટકા થયું એ વાત જાણીને મને ઘણો આનંદ થયો છે અને પ્રેરણા મળી છે.
આ બહુ જ સરસ વાત છે અને કામ આ રીતે ચાલતું રહેવું જોઇએ. કોલસા આધારિત ઊર્જાનું ઉત્પાદન ધીરેધીરે સદંતર બંધ થવું જોઇએ. વધુ સ્માર્ટ, વધુ મજબૂત અને સ્વચ્છ અર્થતંત્ર, વધુ રોજગાર ઊભા કરવા, વધુ લોકોને ન્યાય અપાવવો અને સમૃદ્ધિ લાવવી એ જ ૨૧મી સદીના રાષ્ટ્રોની ખરી ઓળખ બની રહેશે. કોરોના વાઇરસના રોગચાળા અને પર્યાવરણની કટોકટીએ વિશ્ર્‌વના લોકોના સ્વાસ્થ્ય અને તબિયતને કઇ રીતે સાચવવી તથા વિશ્ર્‌વકલ્યાણ માટે રાષ્ટ્રો કઇ રીતે આગળ વધે એ વિશે મહત્ત્વના સવાલ ઉપસ્થિત કર્યા છે.
ઍનર્જી ઍન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (ટેરી)એ યોજેલા એક કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર બીરાજ્યા હતા. આ કાર્યક્રમમાં એન્ટોનિયોએ વર્ચ્યુઅલી હાજર રહીને પોતાના ભાષણમાં ઉપરોક્ત વાત કહી હતી.

Related posts

ઈન્ટરનેશનલ કોર્ટનો ઝાટકો : પાકિસ્તાનને ૪૦ હજાર કરોડનો દંડ ફટકાર્યો

Charotar Sandesh

સત્તા સંભાળતા જ બાઇડન એક્શનમાં : ટ્રમ્પના આઠ નિર્ણયો પલ્ટાવ્યાં…

Charotar Sandesh

અમેરિકાના અલાસ્કામાં બે વિમાનો હવામાં ટકરાતા સાત લોકોના મોત…

Charotar Sandesh