Charotar Sandesh
ઈન્ડિયા

પવારને દેશના વડાપ્રધાન બનવાનો મોકો બહુ પહેલા જ મળવો જોઇતો હતો : સંજય રાઉત

મુંબઇ : મહારાષ્ટ્રના અને દેશના રાજકારણના દિગ્ગજ નેતાઓ પૈકી એક એવા શરદ પવારનો આજે જન્મ દિવસ છે.પીએમ મોદી સહિતના નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે શિવસેનાએ કહ્યુ છે કે, શરદ પવારને બહુ પહેલા દેશના વડાપ્રધાન બનાવવાનો મોકો મળવો જોઈતો હતો.
શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ હતુ કે, તેમને પીએમ બનવાની તક બહુ પહેલા આપવાની જરુર હતી.તેમનામાં દેશ ચલાવવાની ક્ષમતા છે.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ખેડૂતોના આંદોલનને પણ બદનામ કરવામાં આવી રહ્યુ છે. ક્યારેક ખેડૂતોને ખાલિસ્તાની તો ક્યારેક પાકિસ્તાની ગણાવાઈ રહ્યા છે.ખેડૂતોને આખા દેશનુ સમર્થન છે.મોદી સરકાર દેશમાં રાજકીય વિરોધીઓને ચૂપ કરાવવા માટે ઈડી જેવી એજન્સીનો ઉપયોગ કરી રહી છે.
આ પહેલા શુક્રવારે રાઉતે કહ્યુ હતુ કે, જો શરદ પવાર યુપીએના ચેરપર્સ બનશે તો અમારી પાર્ટી ખુશ થશે.કોંગ્રેસ હવે નબળી પડી છે ત્યારે વિપક્ષોએ સાથે આવીને યુપીએને મજબૂત કરવાની જરુર છે.

Related posts

રામ મંદિર પર જ્યારે નિર્ણય આવ્યો તો સમગ્ર દેશે તેને દિલથી સ્વીકાર્યો : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

ધોનીના ભવિષ્યને લઇને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનો મત…

Charotar Sandesh

ધો.૧૨ બોર્ડ પરીક્ષાના મૂલ્યાંકન માપદંડની અરજી સુપ્રિમે બે સપ્તાહ માટે સ્થગિત કરી…

Charotar Sandesh