ઇસ્લામાબાદ : પાકિસ્તાનનો ઝડપી બોલર શોએબ અખ્તર સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તેને યુટ્યૂબ પર પોતાની એક ચેનલ પણ બનાવી છે. જ્યાં તે ક્રિકેટ અને અન્ય મુદ્દાઓને લઈ પોતાના વિચાર રજૂ કરે છે. આ સાથે શોએબ પાકિસ્તાનમાં ઘણા ટીવી શોમાં પણ નજરે આવે છે.
શોએબ અખ્તરે તાજેતરમાં ભારત અને પાકિસ્તાનને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. એક ટીવી ચેટ શોમાં શોએબે કહ્યું કે ભારત પાકિસ્તાન સાથે કામ કરવા માટે ઉત્સુક છે અને તે ઈસ્લામાબાદથી ક્યારેય યુદ્ધ લડવા માંગતો નથી. અખ્તરે કહ્યું કે,‘ભારત ખૂબ જ સારી જગ્યા છે અને ત્યાંના લોકો પણ ખૂબ જ સારા છે.’રાવલપિંડી એક્સપ્રેસના નામથી લોકપ્રિય ભૂતપૂર્વ ઝડપી બોલર અખ્તરે વધુમાં કહ્યું કે,‘મને તો એવું ક્યારે લાગ્યું કે તેમણે(ભારત) પાકિસ્તાન સાથે કોઈ દુશ્મની છે અથવા કોઈ પણ પ્રકારે યુદ્ધ કરવા માંગે છે. પરંતુ જ્યારે પણ હું તેમના ટીવી ચેનલને જોઉ છું તો એવું લાગે છે કે કાલે જ યુદ્ધ થવાનું છે.
આગળ અખ્તરે કહ્યું કે,‘હું ભારતમાં ઘણી જગ્યાએ ફર્યો છું અને ભારતને ઘણું નજીકથી જોયું છે. આજે હું કહી શકું છે કે ભારત પાકિસ્તાન સાથે કામ કરવા માટે ઘણું ઉત્સુક છે.’આ સિવાય કોરોના વાયરસના મુદ્દે અખ્તરે કહ્યું કે,‘મને આશા છે કે ભારત આ ઘાટાને આવવા નહીં દે. મને આશા છે કે તે સારું કરશે. પરંતુ જે પણ આ વખતે થઈ રહ્યું છે તે દુર્ભાગ્યશાળી છે.’