Charotar Sandesh
ગુજરાત

પાક. મરીન સિક્યોરિટીની અવળચંડાઈ, ૧૮ ભારતીય માછીમારોનું અપહરણ…

પોરબંદરની બે અને ઓખાની એક બોટનું અપહરણ કર્યુ…

અમદાવાદ : પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ તેની અવળચંડાઈ જારી રાખી છે. તેણે ભારતના અને તેમા પણ ખાસ કરીને ગુજરાતના ૧૮ માછીમારોનું અપહરણ કર્યુ છે. તેમા પોરબંદરની બે અને ઓખાની એક બોટ હતી. બંને બોટમાં થઈને કુલ ૧૮ માછીમારો હતો. તેઓ રાબેતા મુજબ જ દરિયો ખેડવા નીકળ્યા હતા અને પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ તેમને ચેતવણી આપવાના બદલે તેમનું અપહરણ કર્યુ છે.
આ માછીમારો કંઈ ગુનેગાર ન હતાં. તેઓ તેમની આજીવિકા અર્થે નીકળ્યા હતા. તેઓ ભારતની સીમામાં જ હતા તો પણ પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ બંને બોટ ઉંધીવાળી દઈને માછીમારોનું અપહરણ કર્યુ હતું.
આ કંઈ પહેલા બનાવ નથી કે પાકિસ્તાન સિક્યોરિટીએ આવી અવળચંડાઈ કરી હોય, તે અગાઉ પણ આવું ઘણી વખત કરી ચૂક્યુ છે. આમ કરીને તે ભારતીય માછીમારોને તેમની સીમાંમાંથી જ માછીમારી કરતાં અટકાવે છે. આ સિવાય દરિયાઈ સરહદ હોઈ ઘણી વખત માછીમારો પણ સરહદ વટાવી દે છે, પરંતુ તેમનો કંઈ બીજા દેશની સરહદમાં ઘૂસવાનો ઇરાદો હોતો નથી.
ભારતીય લશ્કરને સરહદ પર જવાબ આપવામાં નિષ્ફળ ગયા પછી પાકિસ્તાની લશ્કર આ પ્રકારની હીન હરકતો કરીને આત્મસંતોષ મનાવે છે. તે નાગરિકોને હેરાન કરે છે અને પછી આ પકડેલા નાગરિકોને વાટાઘાટ માટેનું શસ્ત્ર બનાવે છે. પાકિસ્તાનની જેલમાં ભારતના આવા કેટલાય નિર્દોષ માછીમારો છે.
આ સિવાય પૂનમના પગલે ભરતી ઓટના લીધે પહેલી અને બીજી ડિસેમ્બરના રોજ દરિયો તોફાની બનતા માછીમારોને દરિયો ન ખેડવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

Related posts

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વરરાજાને જ થયો કોરોના, લગ્ન પ્રસંગ અટવાયો…

Charotar Sandesh

કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ અને ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પો પ્રજાની સેવામાં સમર્પિત

Charotar Sandesh

ફિલિપાઇન્સ અને USથી ૨૭૮ લોકો અમદાવાદ પરત ફર્યા, તમામને કરાશે ક્વૉરન્ટીન…

Charotar Sandesh