Charotar Sandesh
ગુજરાત

પાટિલના ગામમાં બળવો : ૫૦ પેજ પ્રમુખ આપમાં, રાજકોટમાં ૨૦૦ કોંગ્રેસમાં જોડાયા…

નવસારી : નવસારીના ચીખલીમાં બીજેપીના ૫૦ પેજ પ્રમુખનો બળવો સામે આવ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટિલના આદર્શ ગામમાં જ કાર્યકરોનો બળવો થયો છે. તાલુકા પંચાયતમાં આયાતી ઉમેદવારને ટિકિટથી નારાજગીને કારણે ૫૦ કાર્યકરો રિસાયા છે જેને પગલે નારાજ બીજેપીના ૫૦ કાર્યકર આપમાં જોડાયા છે. આ તમામ કાર્યકરો આક્ષેપ કરી રહ્યા છે કે, વફાદાર કાર્યકરોની અવગણના થઈ રહ્યા છે. રાજકોટની લોધીકા તાલુકા ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. ભાજપના હેમુબેન ડાંગર, જયદેવ ડાંગર કોંગ્રેસમાં જોડાયા છે. સાથે જ તેમના ૨૦૦ સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપમાંથી ટિકીટ ન મળતા બંનેએ કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. જુનાગઢના માળીયા હાટીના તાલુકામાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. જિલ્લા ભાજપ મહામંત્રી વિક્રમ ખાંભલાએ રાજીનામું આપ્યુ છે.
૩૦૦ કાર્યકરો સાથે રાજીનામું આપ્યુ છે. તેઓ પાર્ટીથી નારાજગીને લઇ રાજીનામું આપ્યુ છે. પક્ષપલટુ કરનાર કાર્યકરોને સન્માન આપતા નારાજ થયા હતા. વિક્રમ ખાભલાં અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી હતા. જુનાગઢ માંગરોળ ભાજપમાં ભડકો થયો છે. જિલ્લા પંચાયતની ટીકીટ વહેચણીને લયને રાજકીય ભુંકંપ સર્જાયો છે. જુનાગઢ જિલ્લાના ભાજપના પુર્વ મહામંત્રી અને માંગરોળ તાલુકાના પુર્વ ભાજપ પ્રમુખ રામજીભાઇ ચુડાસમાએ ભાજપથી છેડો ફાડયો છે અને પોતાના ૫૦૦ જેટલા કાર્યકરો સાથે લઈને ભાજપને બાયબાય કરી દીધુ છે.
અપક્ષ ઉમેદવાર તરીકે શીલ જિલ્લા પંચાયતમાં પોતાના પત્નીની ઉમેદવારી નોંધાવી છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ટીકીટની ફાળવણી હોવાને કારણે રોષ ફેલાયો હતો. સ્થાનિક ભાજપના જુના કાર્યકરોની અવગણના કરતા ભાજપથી છેડો ફાડયો હોવાનું સામે આવ્યું છે. આંણદ નગરપાલિકા ચુંટણી પેહલા ભાજપ નેતા નારાજગી સામે આવી છે. આંણદ શહેર ભાજપ ઉપપ્રમુખે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. શંકર ગોહીલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો. તેમણે વોર્ડની નંબર ૯માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હાલ ભાજપ ઉપપ્રમુખ શંકર ગોહીલનો ફોન પહોચની બહાર છે.

Related posts

૨૬ થી ૨૯ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે : હવામાન વિભાગ

Charotar Sandesh

હાર્દિક પટેલ આંદોલનના માર્ગે : ખેડૂતોના ન્યાય માટે પ્રતીક ઉપવાસ શરૂ…

Charotar Sandesh

ભૂમાફિયાઓ સાવધાન : લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને રૂપાણી કેબિનેટની મંજૂરી…

Charotar Sandesh