Charotar Sandesh
ગુજરાત

પાટીલ કોન્સ્ટેબલ હતા ત્યારે દારૂની ગાડીનું પાયલોટિંગ કરતા : મોઢવાડિયા

ગાંધીનગર : ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી થવાની છે. અબડાસા, ધારી, લિંબડી, કરજણ, ઓલપાડ, ગઢડા, ડાંગ, મોરબી વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી ૩ નવેમ્બરે મતદાન યોજાશે અને ૧૦ નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ પહેલા કૉંગ્રેસ અને ભાજપે મતદાતાઓને આકર્ષવાનું કામ શરૂ કરી દીધું છે. આ સાથે બંન્ને પક્ષોએ એકબીજા પર આક્ષેપબાજી પણ શરૂ કરી દીધા છે.

કૉંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ કરજણની જાહેરસભામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હુમલો કર્યો હતો.જેમાં તેમણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાટીલ જ્યારે કોન્સ્ટેબલ હતાં ત્યારે દારૂની ગાડીનુ પાયલોટિગ કરતાં હતાં. આ આરોપમાં તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતાં. મોઢવાડિયાનાં આ આરોપથી પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. તેમણે કરજણની એક જાહેરસભામાં જણાવ્યું હતું કે, સી.આર.પાટીલ સામે કુલ ૧૦૭ કેસો નોંધાયેલાં છે. લોકસભાની ચૂંટણી વખતે રજૂ કરેલાં એફિડેવિટમાં આ કેસોની વિગત દર્શાવાઇ છે. પાટીલ પર બેન્કમાં ઉચાપત કર્યાનો પણ કેસ નોંધાયેલો છે. પાટીલ જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, પાટીલ જયારે પોલીસ કોન્સ્ટેબલ હતાં ત્યારે દારૂની ગાડીનું પાયલોટીંગ કરતાં હતાં. જેથી પાટીલને પોલીસ કોન્સ્ટેબલમાથી સસ્પેન્ડ કરી દેવાયા હતાં.

ભાજપમાં આવા ૩૨ લક્ષણા નેજા માત્ર ભાજપમાં જ છે.ભાઉ આજે ભાઇને ભારે પડી રહ્યાં છે. આવા આક્ષેપોના પલટવારમાં સી.આર. પાટીલે જવાબ આપ્યો હતો કે, કૉંગ્રેસ માત્ર બેબુનિયાદ આક્ષેપો કરે છે જેનાથી લોકો ગેરમાર્ગે દોરાય. કૉંગ્રેસ પાસે પૂરાવા હોય તો જનતા સામે મૂકે. મારી પર કોઇ ક્રિમીનલ કેસ નથી. જો આ વાત પુરવાર કરી શકે તો હું સાંસદ તરીકે રાજીનામુ આપી દઇશ.

Related posts

હસતા હસતા મોત વ્હાલુ કર્યું : પરિણિતાએ સાબરમતીમાં કૂદીને આપઘાત કર્યો…

Charotar Sandesh

સૌરાષ્ટ્રની ત્રણ બેઠકની પેટાચૂંટણીમાં મત માગવા જતા રાજકારણીઓને લોકોએ ભગાડ્યા…

Charotar Sandesh

સરગવામાંથી કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારી દુર કરતા તત્ત્વો મળ્યાં : જૂનાગઢના કૃષિ યુનિ.માં સંશોધન

Charotar Sandesh