મુંબઈ : અનુરાગ કશ્યપ પર રેપનો આક્ષેપ મૂકીને ચર્ચામાં આવનાર પાયલ ઘોષે હાલમાં જ વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ’મારો પરિવાર મુસ્લિમના હાથનું પાણી પણ પીતો નથી અને તે લોકો ટીએમસી સપોર્ટર છે. મુંબઈ આવ્યા બાદ મારું મન બદલાઈ ગયું હતું.’ સોશિયલ મીડિયા યુઝર્સ પાયલને આ પોસ્ટ પર ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝરે કહ્યું હતું, ’તમારા ઘરના લોકો ભેદભાવ કરે છે, જે બકવાસ લોકોની ઓળખ છે.
અન્ય એક યુઝરે કહ્યું હતું, ’મુસ્લિમના હાથનું પાણી નથી પીતા, પરંતુ ગૌમૂત્ર તથા ગોબર ખાય છે.’ અન્ય એકે કહ્યું હતું, ’મુસ્લિમના હાથનું પાણી ખારું લાગે છે? આ પહેલાં પાયલે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ર્ઈંંહર્રૂેહ્લિટ્ઠષ્ઠી લખીને કહ્યું હતું, ’સારા અને ખરાબ લોકો બંને (હિંદુ-મુસ્લિમ)માં છે. ઈરાદો મહત્ત્વનો છે. તેને સ્પષ્ટ રીતે સાંભળો. મારા અનેક મુસ્લિમ મિત્રો મને રાત-દિવસ મદદ કરે છે. હું પણ તેમની મદદ કરું છું. બેરોજગારીએ તમને આ ઘટનાઓ માટે પ્રેરિત કર્યાં છે. ધર્મ નહીં, ઈરાદા મહત્ત્વના છે.
પાયલે થોડાં દિવસ પહેલાં જ સોશિયલ મીડિયામાં ભારત રત્ન ડૉ. આમ્બેડકર અવોર્ડ મળ્યો હોવાની તસવીર શૅર કરીને કહ્યું હતું, ’અવોર્ડ મેળવીને ઘણો જ આનંદ થયો. ૨૬ નવેમ્બરના રોજ બંધારણ દિવસ પર યોજાયેલ સેરેમનીમાં હું હાજરી ના આપી શકું. હાર્ડ વર્ક માટે લાંબો સમય મહેનત કરવી પડે છે. હું ઈચ્છું છું કે યુવાનો પણ આ વાતને માને. આ પ્રકારની ક્ષણો મને વિનમ્ર બનાવે છે.’