વડોદરા : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીમડા સ્થિત પારુલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં મહિલા પ્રોફેસર સાથે ફરજ બજાવતા કોલેજના પ્રિન્સિપાલ દ્વારા શારીરિક અડપલા, દુષ્કર્મ તેમજ ખોટી રીતે હેરાનગતિ કરતા હોવા અંગેની લેખિતમાં ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવતા પારુલ યુનિવર્સિટીના સંચાલકો દ્વારા સમગ્ર મામલો રફેદફે કરી દેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પ્રિન્સિપાલ અને મહિલા પ્રોફેસરને બંનેને છૂટા કરી દેવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં રહેતી યુવતી ડોક્ટર સ્વાતિ પટેલ (નામ બદલ્યું છે) તેઓએ વાઘોડિયા પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે
તેઓ પારુલ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે છેલ્લા એક વર્ષથી ફરજ બજાવતા હતા અને નોકરીમાં જોડાયા બાદ પીએચડી પણ કરતા હતા. તે દરમિયાન હમારા પારુલ કોલેજના કેમ્પસમાં રહેતા અને મુળ પાલનપુર રાજ મંદિર પાસેના નવ જ્યોત કુમાર શાંતિલાલ ત્રિવેદી સાથે સંપર્કમાં આવ્યા હતા. તેઓએ બે માસ બાદ અમારા અંગત જીવન અને શારીરિક જિંદગી વિષે પૂછવાનું શરૂ કર્યું હતું. તેઓ પોતે પરણિત અને એક પુત્રીના પિતા છે. તેમ છતાં શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવી હતી તથા તેમણે અવાર નવાર વિડીયોકોલ દ્વારા બિભત્સ માંગણી કરતા રહ્યા હતા. ડોક્ટર નવજ્યોત કુમાર ત્રિવેદી દ્વારા કોલેજની બહાર પણ અવાર નવાર મળવા માટે દબાણ કરવામાં આવતું હતું.
જેથી અમારા સાહેબ હોવાના નાતે બહાર પણ મળવા જવું પડતું હતું. ફરિયાદમાં સ્વાતિએ વધુમાં જણાવ્યું છે કે દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ડિસેમ્બર મહિનામાં મળી હતી. તેમાં ભાગ લેવા પારુલ યુનિવર્સિટી માંથી ૨૮ વિદ્યાર્થી સાથે અમે સૌ તારીખ ૧૯ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ દિલ્હી પહોંચ્યા હતા અને અમારા પ્રિન્સિપાલ તારીખ ૨૧, ૧૨ ૨૦૧૯ ના રોજ સવારના દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં અમે રોકાયા હતા, ત્યાં નવ જ્યોત ત્રિવેદી સાથે વધુ પરિચયમાં આવ્યા હતા ત્યારે તેમણે અમને જણાવ્યું હતું કે મને મારી પત્ની ગમતી નથી હું ફક્ત મારી દીકરીના કારણે સાથે રહું છું. હું મારી પત્નીથી ત્રાસી ગયેલો છું એનાથી છૂટકારો મેળવવા માગું છું અને તેમણે તું મને બહુ ગમે છે મારે તારી સાથે રહેવું છે. મારો વિશ્વાસ કર તું મારી ગર્લફ્રેન્ડ છે. જેથી પત્ની સાથે આવું વર્તન ન કરવા અમે તેમને સમજાવ્યા હતા.