ધાર : કોવિડ-૧૯ જેવી મહામારીને લઇને જ્યાં છેલ્લા કેટલાક દિવસથી બસો બંધ થવાના કારણે સામાન્ય લોકો પરેશાન છે. તો વિદ્યાર્થીઓ પણ કોરોનાના કારણે મુશ્કેલીમાં છે. મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક પિતા પોતાના દીકરાને પરીક્ષા અપાવવા માટે ૧૦૫ કિલોમીટર દૂર સાયકલ પર બેસાડીને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે એવા બાળકો જેઓ ૧૦માં અને ૧૨માં ધોરણમાં પાસ નથી શક્યા તેમનો ઉત્સાહ વધારવા માટે મધ્ય પ્રદેશ સરકારે ‘રૂક જાના નહીં’ અભિયાન ચલાવ્યા છું.
આ અભિયાન અંતર્ગત પરીક્ષાઓમાં નિષ્ફળ થયેલા બાળકોને એકવાર ફરીથી પાસ થવાની તક આપવામાં આવી, જેને લઇને નિષ્ફળ થયેલા બાળકોની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. ગામ બયડીપુરાના રહેવાસી શોભારામના દીકરા આશીષની પણ પરીક્ષા હતી અને પરીક્ષાનું સેન્ટર આખા જિલ્લામાં ફક્ત ધાર બનાવવામાં આવ્યું. કોરોના સંક્રમણના કારણે બસો અત્યારે ચાલું નથી થઈ જેના કારણે તેમણે ધાર પહોંચવા માટે કોઈ સાધન નહોતુ મળી રહ્યું અને ના ગરીબીમાં તેઓ કોઈનું સાધન ભાડે કરી શકે છે.
અભ્યાસના મહત્વને સમજતા ગરીબ અને અભણ ૩૮ વર્ષિય પિતા પોતાના બાળકની સાથે ધાર પહોંચવા માટે સાયકલથી નીકળી પડ્યા. બંને પિતા-પુત્ર સાયકલની સાથે ૨ દિવસના ખાવા-પીવાનો સામાન પણ લઇને આવ્યા. રાત્રી રોકાણ તેમણે મનાવરમાં કર્યું અને બીજા દિવસે સવારે ધાર પહોંચ્યા. ધારમાં આશીષે ભોજ કન્યા વિદ્યાલયમાં પરીક્ષા આપી. આશીષના પિતા શોભારામનું કહેવું છે કે પૈસા અને કોઈ સાધન ના હોવાના કારણે આને સાયકલથી જ પરીક્ષા આપવા લઇને આવ્યો છું. મારી પાસે મોટર સાયકલ નથી અને કોઈ મદદ નથી કરતુ. હું ઇચ્છુ છું કે મારો દીકરો કંઇક ભણે-લખે એટલે હું આવ્યો. મારા બાળકની પરીક્ષા ૨૪ ઑગષ્ટ સુધી છે.