Charotar Sandesh
ગુજરાત

પીએમ મોદીનું ડમી એકાઉન્ટ બનાવનાર અમરેલીના ડોક્ટરની કરાઈ ધરપકડ…

અમરેલી : અમરેલીના એક ડોક્ટરે પોતાની અમદાવાદમાં ઓફિસનો કબ્જો મેળવવા અંગે ચાલતા વાંધાનો નિકાલ લાવવા વડાપ્રધાનની સાઇટ પરથી ડમી પત્ર તૈયાર કરી તેમના નામે અશોક સ્થંભનો ઉપયોગ કરી ખુદ વડાપ્રધાનની કચેરીના નામનું ડમી ઇમેલ આઇડી બનાવી રાજ્ય સરકારના ગૃહ વિભાગને ખખડાવી નાંખતો પત્ર લખ્યો હતો. અમરેલીના ચિત્તલ રોડ પર દ્વારકેશ ગણેશ સોસાયટીમાં રહેતા તબીબ ડો. વિજયકુમાર દ્વારકાદાસ પરીખની બે ઓફિસો અમદાવાદના પરિમલ ગાર્ડન સામે ડોક્ટર હાઉસમાં આવેલી છે. જે તેઓએ ડો. નિશીત શાહ પાસેથી ખરીદી હતી. પણ ડો. નિશીત શાહે તેનો કબ્જો ગેરકાયદેસર રીતે લઇ લીધો હતો. જેનો કબ્જો પરત અપાવવા ડો. વિજયકુમારે કારસો ઘડ્યો.
તેમણે વડાપ્રધાનની સાઇટ પરથી અશોક સ્થંભનો લોગો વગેરે હેક કરી તેના પરથી ગુજરાત સરકારના ગૃહ સચિવને ખખડાવી નાંખતો એક પત્ર મેઇલ કર્યો. એ પત્ર પાછો વડાપ્રધાનના કાર્યાલય તરફથીજ ગૃહ સચિવ, રાજ્યના ડિજી, અમદાવાદના પોલીસ કમિશ્નર, રાજ્યના ચીફ સેક્રેટરી, ખુદ વડાપ્રધાનના ઇ મેઇલ એકાઉન્ટ, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, વગેરેને પણ નકલ રવાના તરીકે મોકલ્યો.
આ પત્રમાં તેમણે રાજ્ય સરકારની કડક ટીકા કરી નાંખી. આથી તેની ચર્ચા થતાં તપાસ કરાઇ હતી. ઇમેલ જે એકાઉન્ટ પરથી આવ્યું તેની તપાસ થતાં એ ડમી હોવાનું ફલિત થયું હતું. આથી સમગ્ર બનાવની તપાસ અમદાવાદ સાઇબર ક્રાઇમને સોંપાઇ હતી. પોલીસે તપાસના અંતે તબીબને અમરેલીથી પકડી લઇ પુછપરછ માટે અમદાવાદ લઇ ગયા હતા.

Related posts

ગુજરાતમાં રાજ્યસભાની વધુ એક બેઠક ખાલી પડી, હવે ૨ બેઠકો માટે ચૂંટણી થશે…

Charotar Sandesh

પોલીસની જીપ પર બેસી યુવકે બનાવેલ ટિકટોક વીડિયો થયો વાયરલ… તપાસના આદેશ

Charotar Sandesh

રાજ્યમાં માવઠા બાદ ઠંડીનું જોર વધ્યુંઃ નલિયામાં લઘુતમ તાપમાન ૫ ડીગ્રી નોંધાયું…

Charotar Sandesh