યુવી અને હરભજનને થયું જ્ઞાન- હવે ભવિષ્યમાં આફ્રિદીને મદદ નહિ કરીએ…
નવી દિલ્હી : પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી શાહિદ આફ્રિદી દ્વારા તાજેતરમાં ભારત, કાશ્મીર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ કરવામાં આવેલ વિવાદાસ્પદ ટિપ્પણી પર ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓએ રોષ ઠાલવ્યો છે. યુવરાજ સિંહ, હરભજન સિંહ, ગૌતમ ગંભીર બાદ હવે ભારતીય ઓપનર શિખર ધવને શાહિદ આફ્રિદીને જડબાતોડ જવાબ આપ્યો છે.
ગંભીરે કહ્યું, ૧૬ વર્ષીય આફ્રિદી કહે છે કે, ૭ લાખની ફોજ પાછળ ૨૦ કરોડ લોકો ઉભા છે, તો પછી ૭૦ વર્ષથી કાશ્મીર માટે ભીખ કેમ માંગી રહ્યા છો? આફ્રિદી, ઇમરાન ખાન અને બાજવા ભારત અને મોદી વિરુદ્ધ ઝેરીલી વાતો કરી શકે છે, પરંતુ તેમને જજમેન્ટ દિવસ સુધી કાશ્મીર મળશે નહિ. બાંગ્લાદેશ યાદ છે? એક વીડિયો પાકિસ્તાનની પત્રકાર નાયલા ઇનાયતે પણ શેર કર્યો છે. તેમાં આફ્રિદી ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને લઇને વિવાદિત ટિપ્પણી કરે છે. તેણે કહ્યું, અમે તેમના લોકોને હવામાં મારીને પાડ્યા. પછી ચા પીવડાવીને સન્માનથી પાછા મોકલ્યા. દુનિયાને અમે સંદેશ આપ્યો છે કે, અમને અમન પસંદ છે. અમે પ્રેમ, મોહબ્બતની વાત સમજવા વાળા લોકો છીએ. જો તમે પ્રેમથી વાત કરો તો જ.
યુવરાજે કહ્યું કે અમે માનવતા માટે તેના ફાઉન્ડેશનને મદદ કરી પરંતુ તેમના વિચારો જાણીને દુઃખ થયું. ભનિષ્યમાં આવી મદદ નહી કરીએ. હરભજને કહ્યું કે આફ્રિદી તેના દેશની ચિંતા કરે તો સારું આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમના વચ્ચે હવે મિત્રતા રહી નથી કેમ કે આફ્રિદી મર્યાદા ઓળંગી ગયો છે.
ધવને ટ્વીટ કરી લખ્યું કે,‘હાલના સમય જ્યારે આખી દુનિયા કાશ્મીરથી લડી રહી છે ત્યારે તેમને કાશ્મીરની પડી છે. કાશ્મીર અમારું હતું, અમારું છે અને રહેશે. ભલે ૨૨ કરોડ લઈ લો, અમારો એક સવા લાખના બરાબર છે. બાકીની ગણતરી જાતે કરી લો.’ શિખર ધવનનું આ ટિ્વટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ પહેલા ગૌતમ ગંભીરે આફ્રિદી, પાક. પીએમ ઇમરાન ખાન અને સેના પ્રમુખ કમર બાજવાને ‘જોકર’ કહ્યા હતા. હરભજન સિંહ અને યુવરાજ સિંહે પણ આફ્રિદીની આ હરકતની ટીકા કરી હતી.