Charotar Sandesh
ઈન્ડિયા

પુલવામામાં આતંકીઓનો સીઆરપીએફ જવાનો પર ગ્રેનેડ હુમલો : સાત નાગરિક ઘાયલ…

પુલવામા : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા છે. આતંકીઓએ પુલવામાના ત્રાલ બસ સ્ટેન્ડ તૈનાત સુરક્ષાબળો પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો. આ ઘટનામાં ૭ નાગરિક ઘાયલ થઇ ગઇ છે. તેની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અવંતીપોરાના એસએસપી તાહિર સલીમે કહ્યું કે આતંકીઓએ સીઆરપીએફ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કર્યો. સીઆરપીએફની ટુકડી ત્રાલ બસ સ્ટેન્ડ પર તૈનાત હતી. જો કે આતંકીઓ નિશાન ચૂકી ગયા અને સુરક્ષાકર્મી માંડ માંડ બચી ગયા. પરંતુ આતંકીઓ દ્વારા ફેંકાયેલા ગ્રેનેડ રસ્તા પર ફાટી ગયા અને તેની ઝપટમાં ૭ નાગરિક આવી ગયા.
સુરક્ષાબળોએ તરત જ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને દબોચવા માટે સર્ચ અભિયાન શરૂ કરી દીધું છે. પોલીસના મતે આતંકીઓએ મોકો જોઇ સુરક્ષાબળોને નિશાન બનાવાની કોશિષ કરી. જો કે તેઓ નિશાન ચૂકી ગયા. સુરક્ષાબળ જ્યાં સુધી આતંકીઓ પર જવાબી કાર્યવાહી કરે ત્યાં સુધીમાં તો તેઓ ભાગી ગયા.
આ બધાની વચ્ચે આતંકીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડ ફાટી ગયા. ઘટનાસ્થળની પાસે બસ સ્ટેન્ડ હોવાના લીધે ત્યાં કેટલાંય લોકો હાજર હતા. આ લોકો ગ્રેનેડની ઝપટમાં આવી ગયા. તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ અને સુરક્ષાબળવાળા વાહનોને ચકાસી રહ્યા છે.
ઘટના બાદ પોલીસે બસ સ્ટેન્ડની નજીક સુરક્ષા વધારી દીધી છે. અહીં સુરક્ષાબળોને તૈનાત કરી દેવાયા છે.

Related posts

મહારાષ્ટ્રમાં જળ બંબાકાર : ત્રણ સ્થળે ભૂસ્ખલનથી ૪૪થી વધુના મોત

Charotar Sandesh

પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં ગમખ્વાર અકસ્માત : ૧૩ લોકોના મોત

Charotar Sandesh

હવે ગ્રાહકો ૧૫ દિવસના તફાવત પર ગેસ સિલિન્ડર બુક કરાવી શકશે : આઇઓસી

Charotar Sandesh