શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં શનિવારના રોજ પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો સાથેરની અથડામણમાં બે આતંકવાદીઓ તેમજ એક સાથીદારને ઠાર કરી દેવામાં આવ્યા છે. ઠાર કરાયેલા આતંકવાદીઓ ખુંખાર આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું જણાયું હતું.
દક્ષિણ કાશ્મીરમાં અવંતીપોરા ખાતેના ગોરીપોરા વિસ્તારમાં સુરક્ષાકર્મીઓ એન્કાઉન્ટર હાથ ધર્યું હતું જેમાં બે આતંકવાદી તેમજ તેમના એક સાથીદારને ઠાર કરવામાં આવ્યા હતા. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
ચોક્કસ માહિતીના આધારે સુરક્ષાદળોએ અહીં સર્ચ શરૂ કર્યું હતું જેમાં આતંકવાદીઓએ ગોળિબાર કર્યો હતો અને બાદમાં સેના દ્વારા વળતો હુમલો કરવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારીએ આપેલી માહિતી મુજબ ઠાર કરાયેલા બન્ને આતંકવાદી તેમજ એક સાગરિત કટ્ટર આતંકવાદી સંગઠનના હતા. વિસ્તારમાં તપાસ હાથ ધરી વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.