ગાંધીનગર : આગામી સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે કમરકસી છે. સૌરાષ્ટ્રના રાજકીય એ.પી. સેન્ટર ગણાતા રાજકોટ શહેરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મુકામ કરી વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું ભાજપની વ્યુહરચના, ચૂંટણીમા પેજ પ્રમુખો અણુ બોમ્બની જેમ ફૂટશે વિપક્ષના સુપડા સાફ થઈ જશે. સી.આર.પાટિલના નિવેદન પર વિપક્ષના નેતા પરેશ ધાનાણીની પ્રતિક્રિયા સામે આવી રહી છે. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પેજ પ્રમુખના ભાજપના અણુબોમ્બનું સુરસૂરિયું થશે. કોંગ્રેસ કાર્યકર્તા દરેક બુથમાં પંચર પાડી દેશે. તમને જણાવીએ કે પાટીલે પેજ પ્રમુખની તાકાતને અણુબોમ્બ સાથે સરખાવી હતી. સી.આર પાટિલના નિવેદન પર પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અણુબોમ્બનું સુરસુરિયું થઈ જશે, કોંગ્રેસનો કાર્યકર્તા દરેક બૂથમાં પંચર પાડી દેશે.
પેજ પ્રમુખના ફાંકા મારતા ભાજપના અણુબોમ્બનું સુરસુરિયું નીકળી જશે. રાજકોટના મોટામવા ખાતે રાજકોટ જિલ્લાના સરપંચો, સહકારી મંડળી, દુધ મંડળીઓના પ્રમુખો, હોદેદારો સાથે પ્રદેશ પ્રમુખ પાટીલનો સરપંચ સંવાદ કાર્યક્રમ ગોઠવાયો હતો. સરપંચોને ભાજપ દ્વારા થતા લોકહિત અને ગ્રામ્ય કક્ષાના વિકાસ અંગેથી માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી વિશે સરપંચોના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરાવાઈ હતી. સંવાદ સાથે જે રીતે ભાજપે સંગઠન માટે પેજ પ્રમુખ અને કમિટી બનાવીને વ્યુહરચના ગોઠવી હતી. તેમા આ વખતે ચૂંટણીમાં વિપક્ષનું ધોવાણ થઈ જશે. સહિતના શબ્દો સાથે હાજર સૌનો જોમ જુસ્સો વધાર્યો હતો. રાજકોટમાં બે દિવસ પહેલા યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારીયા, મંત્રીઓ કુંવરજી બાવળીયા, જયેશ રાદડીયા, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સરપંચ સંવાદ બાદ રાજકોટ શહેરમાં વિધાનસભા- ૬૮માં પેજ પ્રમુખો, કાર્યકર્તાઓનું સંમેલન ગોઠવાયું હતું. ત્યાં પેજ પ્રમુખો અને કાર્યકર્તાઓને સંગઠનની તાકાત અંગે વાકેફ કરી આગામી ચૂંટણીમાં કેસરિયો લહેરાવી દેવા અપીલ કરી હતી.