ગાંધીનગર : પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે હવે બંને રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. પરંતુ હવે વારો સ્ટાર પ્રચારકોનો છે. ૮ બેઠકોની પેટાચૂંટણીમાં બંને રાજકીય પક્ષો સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાના છે. ત્યારે પેટાચૂંટણીના પ્રચારમાં ભાજપ એડીચોટીનું જોર લગાવશે. આવતીકાલથી સ્ટાર પ્રચારકો પ્રચારના રણમાં ઉતરશે. તેમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી આઠેય બેઠકો પર પ્રચાર કરવાના છે. આવતીકાલથી મુખ્યમંત્રી રૂપાણીનો પ્રવાસ શરૂ થશે. તો બીજી તરફ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી પ્રચારમા ઉતરશે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ પેટાચૂંટણીમાં પ્રચાર માટે ગુજરાત આવશે. તેઓ લિંબડી ખાતે ચૂંટણી પ્રચાર કરે તેવી શક્યતા છે. એક દિવસની ગુજરાત મુલાકાતમાં ભાજપ અને ચૂંટણી પ્રચાર માટેની તૈયારીઓ ચાલી રહી છે. પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ પણ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતરશે. ૨૨ તારીખ અલગ અલગ બેઠકો પર સભાઓ યોજાશે. અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓ ૮ બેઠકો પર જોરશોરથી ચૂંટણી પ્રચાર કરશે. જેમાં અર્જુન મોઢવાઢિયા, સિદ્ધાર્થ પટેલ અને હાર્દિક પટેલ ૬ બેઠકો પર પ્રચાર માટે જશે. ૨૧ થી ૨૯ ઓક્ટોબર સુધી તમામ નેતાઓના શિડ્યુલ તૈયાર થઈ ગયા છે.
કોણ ક્યાં પ્રચાર કરશે…
૨૮ અને ૨૯ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રમાં સભા કરશે
મુખ્યમંત્રી રૂપાણી અને પ્રમુખ સી આર પાટીલ સૌરાષ્ટ્રમાં સંયુક્ત સભા કરશે. સૌરાષ્ટ્રની ૪ બેઠકો પર પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી સાથે જ પ્રચાર કરશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ૨૯-૩૦ ઓક્ટોબરના રોજ સભા કરશે
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ૨૩ ઓક્ટોબરે લીંબડી અને ધારીમાં પ્રચાર કરશે
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ૨૪-૨૫ ઓક્ટોબર અને ૩૦-૩૧ ઓક્ટોબરે સભા કરશે
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તમામ દિવસ પ્રચારમાં જોડાશે