Charotar Sandesh
ઈન્ડિયા

પેટ્રોલ અને ડીઝલના ફરીથી વધ્યા ભાવ, જયપુરમાં કિંમત ૧૦૦ને પાર…

બુધવારે પેટ્રોલમાં ૨૫ પૈસા અને ડિઝલમાં ૧૪ પૈસાનો વધારો…

ન્યુ દિલ્હી : બુધવારે એક વાર ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૪ પૈસા પ્રતિ લિટર સુધીનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે મંગળવારે રાતો ઈંધણના ભાવ સ્થિર હતા પરંતુ આજે ફરીથી વધી ગયા છે ત્યારબાદ પેટ્રોલ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયુ છે. તમને જણાવી દઈએ કે સોમવારે ડીઝલના ભાવોમાં ૩૦થી ૩૧ પૈસાનો અને પેટ્રોલની કિંમતમાં ૨૮થી ૨૯ પૈસાનો વધારો થયો છે. વધતા ભાવોના કારણે ડીઝલની કિંમત પણ ઘણા શહેરોમાં ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી ૨૬ વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચૂક્યા છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે હાલમાં સરકારની આવક ઘટી ગઈ છે. આવક ઘટવાના કાણે ખર્ચ વધી ગયો છે. હું એ વાતને સ્વીકારુ છુ કે ઈંધણના વધતા ભાવોથી લોકોને મુશ્કેલી થઈ રહી છે પરંતુ સરકાર પર ખર્ચાનો બોજ વધુ છે એવામાં ઈંધણના ભાવ અત્યારે ઘટાડી શકાય નહિ.

Related posts

કોઈ પણ રાજ્યમાં સીબીઆઇ તપાસ પહેલાં રાજ્યની પરવાનગી જરૂરી : સુપ્રીમ કોર્ટ

Charotar Sandesh

CBSE બોર્ડનું ધોરણ 12નું રિઝલ્ટ જાહેર, આ રીતે ચેક કરો તમારું રિઝલ્ટ

Charotar Sandesh

કાલે ઉધ્ધવની ભવ્ય શપથવિધિ : ૭૦,૦૦૦ ખુરશીઓ ગોઠવાઇ : મમતા-કેજરીવાલને આમંત્રણ…

Charotar Sandesh