Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવના વિરોધમાં આંકલાવ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર…

કોંગ્રેસ-યુપીએ વખતે ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૧૦૮ હતો, હાલમાં ૪૩.૪૧ અમેરીકી ડોલર છે.છતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતીંગ વધારો…

આંકલાવ : આખા વિશ્વમાં ક્રૂડ ઓઇલનો ભાવ તળિયે બેસી ગયો છે ત્યારે.મોદી સરકાર પોતાનો સરકારી ખજાનો ભરવા માટે રોજે રોજે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે.જેનો આર્થિક માર ભારતની પ્રજા વેઠી રહી છે.અને પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની સાથે સાથે અન્ય ચીજવસ્તુના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. અને મોંઘવારી હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.જેના વિરોધમાં આજે આંકલાવ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને સરકારના આ પગલાનો સખત વિરોધ કરવામા આવ્યો હતો.અને સરકાર સામે મોરચો માંડ્યો આવ્યો છે.
મોદી સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો કરીને દેશની પ્રજાનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે તેના સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ મેદાનમાં આવી અને સરકાર સામે મોરચો માંડ્યો છે.જેના ભાગરૂપે આજે આંકલાવ મામલતદારને આવેદનપત્ર આપીને સરકારના પ્રજાવિરોધી આવા નિર્ણયો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે લોકડાઉનના છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં તેમજ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર અને ગેરવ્યાજબી વધારાથી ભારતની પ્રજા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. દેશ જ્યારે અભૂતપૂર્વ આરોગ્યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે, મોદી સરકાર, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તેમજ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર વધારો કરીને પ્રજાની હાડમારીમાંથી નફાખોરી કરી રહી છે.
મે, ૨૦૧૪ જ્યારથી ભાજપ સત્તા પર આવેલ ત્યારથી, પેટ્રોલ ઉપર એક્સાઈઝ ડ્યૂટી રૂા. ૯.૨૦ પ્રતિ લીટર અને ડિઝલ ઉપર રૂા. ૩.૪૬ પ્રતિ લીટર હતી. છેલ્લા છ વર્ષમાં ભાજપની કેન્દ્ર   સરકારે પેટ્રોલ ઉપર રૂા.૨૩.૭૮ પ્રતિ લીટર અને ડિઝલ ઉપર રૂા.૨૮.૩૭ પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટીનો વધારો કરેલ છે. ડીઝલમાં એક્સાઈઝ ડ્યૂટીમાં ૮૨૦% નો અને પેટ્રોલમાં એક્સાઈઝ ડ્યૂટીમાં ૨૫૮%  નો આ આઘાતજનક વધારો કરવામાં આવ્યો છે. ૫મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર રૂા. ૩ નો વધારો કરવામાં આવ્યો હતો. ૫મી મે, ૨૦૨૦ ના રોજ મોદી સરકારે ડિઝલ ઉપર એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લીટર રૂા. ૧૩ અને પેટ્રોલ ઉપર પ્રતિ લીટર રૂા. ૧૦ નો વધારો કર્યો. ૭મી જૂન, ૨૦૨૦ થી ૨૬મી જૂન, ૨૦૨૦ સુધીમાં, આ નિર્દયી મોદી સરકારે સતત ૨૦ દિવસ સુધી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કર્યો છે. આ ડિઝલના ભાવમાં પ્રતિ લીટર રૂા. ૧૦.૮૦ નો અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂા. ૮.૮૭ નો વધારો થયો છે.
તેથી માત્ર છેલ્લા સાડાત્રણ મહિનામાં જ, ભાજપ સરકારે ડિઝલના ભાવ અને તેના પર એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લીટર રૂા. ૨૦.૪૮ નો અને પેટ્રોલમાં પ્રતિ લીટર રૂા. ૨૧.૫૦ નો વધારો કર્યો છે. સરકાર દ્વારા પ્રજાનું આનાથી વધારે ખરાબ શોષણ શું હોઈ શકે ?
૨૪મી જૂન, ૨૦૨૦ ના રોજ ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૪૩.૪૧ અમેરીકી ડોલર અથવા રૂા. ૩૨૮૮.૭૧ હતો. એક બેરલ ૧૫૯ લીટરનું થાય. તેથી પ્રતિ લીટર ક્રુડ ઓઈલનો ભાવ ૨૪મી જૂન, ૨૦૨૦ ના રોજ પ્રતિ લીટર રૂા. ૨૦.૬૮ થાય. તેની સામે, પેટ્રોલ-ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂા. ૮૦ ની નજીક છે. જે બાબત મોદી સરકારની બેફામ નફાખોરી અને પ્રજાને લૂંટવાની વૃત્તિ પૂરવાર કરે છે.
  • જ્યારે કોંગ્રેસ-યુપીએ સરકાર સત્તા ઉપર હતી ત્યારે ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૧૦૮ અમેરીકી ડોલર હતો. જે ૨૪મી જૂન, ૨૦૨૦ ના રોજ ઘટીને પ્રતિ બેરલ ૪૩.૪૧ અમેરીકી ડોલર થઈ ગયો છે એટલે કે, તેના ભાવમાં ૬૦% જેટલો ઘટાડો થયો છે. આમ છતાં, ભાજપ સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતીંગ વધારો કર્યો છે.આથી, અમે, આપને ૫મી માર્ચ, ૨૦૨૦ પછીના પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા અને તેના ઉપર એક્સાઈઝ ડ્યૂટીના વધારા પાછા ખેંચવા અને આ લાભો, આ કપરાં સમયમાં ભારતના પ્રજાજનોને આપવામા આવે તેવી આવેદનપત્ર આપીને માંગણી કરવામા આવી છે…
  • આ પ્રસંગે તાલુકા કોગ્રેસના પ્રમુખ મહેન્દ્રભાઇ પઢિયાર, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ફતેસિંહ સોલંકી,  જીલ્લા  કોગ્રેસના ઉપપ્રમુખ પ્રતાપસિંહ, શહેર કોગ્રેસના પ્રમુખ શંભુભાઇ પટેલ, આકલાવ  શહેર/ જીલ્લા/તાલુકા  પંચાયત સભ્યો, સરપંચ શ્રી ઓ, કોગ્રેસના કાર્યકરો સહીત આગેવાનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહયા હતા જેઓને   આકલાવ પોલીસ ધ્વારા કાર્ય કરો ને ડીટેન કરવામા આવ્યા હતા…

– Jignesh Patel, Anand

Related posts

આણંદ જિલ્‍લામાં ઉચ્‍ચતર-માધ્‍યમિક શાળાઓમાં ૨૨૩ શિક્ષકની મેરીટના આધારે નિમણૂંકપત્રો એનાયત…

Charotar Sandesh

વિદ્યાનગરમાં વેપારીઓની માંગને લઈ લોકડાઉનનો સમય ઘટાડાયો : સાંજે ૬ કલાકથી કર્ફ્યુ રહેશે…

Charotar Sandesh

ખંભાત : ગુજરાત સરકારના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરમાં મોટાભાગના અભ્યાસો પૂર્ણ…

Charotar Sandesh