Charotar Sandesh
ઈન્ડિયા

પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો પાછો લે સરકાર : સોનિયા ગાંધીનો વડાપ્રધાનને પત્ર

ન્યુ દિલ્હી : દેશ આ સમયે કોરોના વાયરસના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને લોકડાઉનના કાણે ધંધા-રોજગારો પર પણ માઠી અસર પડી રહી છે. આ સંકટ વચ્ચે છેલ્લા લગભગ ૧૦ દિવસથી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું કે સંકટના સમયમાં પણ તમારી સરકાર સતત ભાવ વધારી રહી છે અને તેનાથી હજારો કરોડ રૂપિયા કમાવી ચૂકી છે. તેમની માગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે ભાવ વધારો પરત ખેંચી રહી છે.
સોનિયા ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે સરકારે લોકડાઉન દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને લગભગ ૨.૬ લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા છે. એવા સમયે કે જ્યારે લોકો આવી મહામારીમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેમના પર આ રીતે ભાવ વધારાનો મારો ચલાવવો તે યોગ્ય નથી. એવામાં સરકારની ફરજમાં આવે છે કે તેઓ લોકોને આવા માનવપ્રેરિત સંકટથી દૂર રાખે.
કોંગ્રેસ અધ્યક્ષે લખ્યું કે મને સમજમાં નથી આવી રહ્યું કે જ્યારે દેશવાસીઓ આટલી બધી નોકરીઓ ગુમાવી રહ્યા છે ત્યારે લોકો પોતાનું ઘર કેવી રીતે ચલાવે તે પણ એક પ્રશ્ન બની ગયો છે. તેવામાં સરકાર આ રીતે પેટ્રોલ અને ડીઝલમાં કરવામાં આવેલો ભાવ વધારો શેના માટે કરવામાં આવી રહ્યો છે તે નથી સમજાઈ રહ્યું. આજે ક્રૂડ ઓઈલનો ભાવ સતત ઘટી રહ્યો છે અને સરકારે છેલ્લા છ વર્ષથી સતત ઘટાડો થઈ રહ્યો છે.
સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું કે સરકાર તરફથી છેલ્લા છ વર્ષમાં પેટ્રોલ પર ૨૫૮ ટકા અને ડીઝલ પર ૮૨૦ ટકા એક્સાઈઝ ડ્યૂટી વધારી છે. જેનાથી લગભગ ૧૮ લાખ કરોડ રૂપિયા કમાવી લીધા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક ધોરણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કરવામાં આવેલો ભાવ વધારો પરત ખેંચી લેવામાં આવે.

Related posts

પેટ્રોલની વધતી કિંમતો લોકોને પરેશાન કરી રહી છે : કેન્દ્રિય મંત્રી ગડકરી

Charotar Sandesh

કોવિડ-૧૯ની વેક્સિન ૫૪ લાખથી વધુ લોકોને અપાઈ…

Charotar Sandesh

બેન્ક, વીમા સહિતના સંગઠનોનું 8મી જાન્યુઆરીએ હડતાલનું એલાન…

Charotar Sandesh