Charotar Sandesh
ઈન્ડિયા

પોઝિટિવ સમાચાર : દેશમાં ફક્ત ૨.૨૪ લાખ જ કોરોના ઍક્ટિવ કેસ…

ન્યુ દિલ્હી : હાલ દેશમાં કોરોનાના કુલ ઍક્ટિવ કેસની સંખ્યા ૨,૨૪,૧૯૦ છે અને એ કુલ કેસના ૨.૧૬ ટકા થાય છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે શનિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોનાના ૧૮,૨૨૨ નવા દરદી નોંધાયા હતા અને કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૧,૦૪,૩૧,૬૩૯ થઇ હતી, પણ એમાંથી ૧,૦૦,૫૬,૬૫૧ દરદી સાજા થયા હતા.
ભારતમાં કોરોનાના દરદીની કુલ સંખ્યા ૧.૪ કરોડથી વધુ હતી, પણ એમાંથી એક કરોડથી વધારે દરદી સાજા થયા હોવાની વાત પ્રોત્સાહનજનક ગણાય.
મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે પાછલા ૨૪ કલાકમાં કોરોનાના વાઇરસે વધુ ૨૨૮ વ્યક્તિના જીવ લીધા હતા અને આ સાથે કુલ મરણાંક વધીને ૧,૫૦,૭૯૮ પર પહોંચ્યો હતો. કોરોનાને લીધે મરણ પામનાર દરદીની ટકાવારી ૧.૪૫ ટકા પર પહોંચી છે.
કોરોનાના કુલ ૧,૦૦,૫૬,૬૫૧ દરદી સાજા થયા હતા અને દરદીઓના સાજા થવાનો દર વધીને ૯૬.૪૧ ટકા થયો હતો.
આઇએમસીઆરના જણાવ્યા અનુસાર ભારતમાં ૦૯ જાન્યુઆરી સુધીમાં કોરોનાના કુલ ૧૮,૦૨,૫૩,૩૧૫ સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમાંથી શુક્રવારે ૯,૧૬,૯૫૧ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે ભારતમાં કોરોનાના દરદીની સંખ્યા ૭મી ઑગસ્ટે ૨૦ લાખથી, ૧૬મી સપ્ટેમ્બરે ૫૦ લાખથી વધી હતી, ૨૯મી ઑક્ટોબર સુધીમાં ૮૦ લાખથી વધી હતી અને ૨૦મી નવેમ્બરે ૯૦ લાખથી વધી હતી અને ૧૯મી ડિસેમ્બરે એક કરોડનો આંક પાર થયો હતો.

Related posts

સરકારની ટીકા કરવા માટે સામાન્ય નાગરિકોને પ્રતાડિત કરી શકાય નહીં : સુપ્રિમ

Charotar Sandesh

કોરોનાના નવા વેરિઅન્ટને પગલે વિદેશથી આવતી ફ્લાઈટો બંધ કરવા કેજરીવાલની માંગ

Charotar Sandesh

ભારતમાં વાઘની ગણતરીએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, ૭૦૦થી વધુ વસ્તી વધી…

Charotar Sandesh