Charotar Sandesh
ઈન્ડિયા

પોતાનો જીવ પોતે જ બચાવો, કારણ કે વડાપ્રધાન મોર સાથે વ્યસ્ત છે : રાહુલ ગાંધી

નોટબંધી, જીએસટી અને લોકડાઉન આ છે પીએમની દેશને બેહાલ કરતી નીતિ…

ન્યુ દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા જ રાહુલ ગાંધીએ ટવીટરના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે કોરોનાના ચેપના આંકડા આ અઠવાડિયે કુલ ૫૦ લાખ કેસની સાથે એક્ટિવ કેસ દસ લાખને પાર થઈ જશે. અનિયોજિત લોકડાઉન એક વ્યક્તિના અહંકારનું પરિણામ છે, જેના લીધે દેશભરમાં કોરોના ફેલાયો. આમ મોદી સરકારે કહ્યુ કે આત્મનિર્ભર બનો એટલે કે પોતાનો જીવ જાતે બચાવો, કેમકે પીએમ મોદી મોરની સાથે વ્યસ્ત છે.
આ સાથે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું કે સત્ર દરમિયાન તે આક્રમક વલણ દર્શાવવાના છે. રાહુલ ગાંધી મોદી સરકારની આર્થિક નીતિઓ અને કોરોનાને પહોંચી વળવામાં સરકારની નિષ્ફળતાને લઈને કેટલાય સમયથી ટીકા કરી રહ્યા છે. તેમનો દાવો છે કે ભારતમાં કોરોના ફેલાવવાનું કારણ જ મોદી દ્વારા લાદવામાં આવેલું વિચાર્યા વગરનું લોકડાઉન છે. મોદીએ જો આ નિર્ણય રાજ્ય સરકારો પર છોડ્યો હોત અને રાજ્ય સરકારોએ પણ પોતાના સ્તરની સાથે દરેકને પોતાની નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બનાવ્યા હોત તો દેશમાં કોરોના ફેલાયો ન હોત.
આ નિર્ણય જીએસટી અને નોટબંધી કરતાં પણ ખરાબ નિર્ણય છે. આજે મોદીના લોકડાઉનના નિર્ણયે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ભાંગી નાખી છે. આટલુ કર્યા પછી પણ કોરોના અંકુશમાં તો લેવાયો જ નથી. તેના બદલે કરોડો લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે અને ભૂખે મરવાનો વારો આવ્યો છે.

Related posts

સરહદોની સુરક્ષા માટે સૈન્ય કોઈ કસર છોડશે નહીં : સીડીએસ રાવત

Charotar Sandesh

ભલે મારુ રાજકીય ભવિષ્ય જોખમાય પરંતુ ચીની ઘૂસપેઠ મુદ્દે ખોટુ નહિ બોલુ : રાહુલ ગાંધી

Charotar Sandesh

દિલ્હી-બિહારમાં‘બંધી’ સરકાર, હવે પરિવર્તનની લહેર : સોનિયા ગાંધી

Charotar Sandesh