દાહોદ : કહેવાય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે. અને દારુ પીવો હોય તો સરકાર પાસેથી કાયદેસરનું લાયસન્સ લેવું પડે છે. ગેરકાયદેસર રીતે ગુજરાત પોલીસ ઠલવાતો રોજનો બેહિસાબ દારૂ ગુજરાત પોલીસ દ્વારા પકડવામાં પણ આવે છે. અને તેનો નિકાલ પણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા નિત નવા તુક્ક અપન અજમાવવામાં આવે છે. પરંતુ આ કેસમાં હકીકત કાઈ જુદી જ છે. જેને માથે બુટલેગરને પકડવાની જવાબદારી હતી તેજ દારૂની ખેપ કરતા પકડાયા છે. અને ગુનેગારના પાંજરામાં જઈ ને ઉભા છે.
વાત કરીએ દાહોદના લીમખેડાની તો અહીં સ્થાનિક પોલીસ દ્વારા અમરેલીના પોલીસ કોન્સ્ટેબલને ૧.૫૦ લાખના દારૂ સાથે ઝડપી પાડ્યો છે. સાથે સ્થાનિક પોલીસ દ્વારા સ્કોર્પિયો ગાડીમાં અને અન્ય મુદ્દામાલ પણ હાથ લાગ્યો છે. જયારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો છે.
દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસને બાતમી મળેલ કે એક સ્કોર્પિયો ગાડીમાં દારૂ ભરાઈને આવે છે. જે ગાડીનો નંબર છે. અને તે ગાડી ગોધરા તરફ જઈ રહી છે. આ બાતમીને આધારે લીમખેડા પોલીસે એ પોતાના સ્ટાફ ને એલર્ટ કરી વોચ ગોઠવી હતી. અને નાકાબંદી કરી હતી. તે દરમિયાન એક સફેદ રંગની સ્કોર્પિયો આવતા સ્ટાફ એલર્ટ થયો અને તેને રોકવાની કોશિશ કરતા ચાલકે ડિવાઈડર કૂદી અને ગાડી વાળાવવાની કોશિશ કરતા એક અન્ય ઈસમ ચાલુ ગાડીમાંથી કૂદી નાસી ગયો હતો. જ્યારે કાર ચાલક લીમખેડા પોલીસ ને હાથે ઝડપાઇ ગયો હતો.