Charotar Sandesh
ગુજરાત

પોલીસ બેડામાં પગાર મોડો થશે? મેસેજ મળતાં પોલીસકર્મીઓમાં ભારે ચકચાર…

ગાંધીનગર : ગુજરાત પોલીસ બેડામાં હાલ એક મેસેજે ભારે ચકચાર જગાવી છે. આ મેસેજનો ભાવાર્થ એવો થાય છે કે આ મહિને પગાર થોડો મોડો આવશે અને લોનનાં હપ્તાની વ્યવસ્થા કરી લેવા માટે જણાવાયું છે. અમુક પોલીસ કર્મીઓને મોબાઈલમાં આ પ્રકારના મેસેજ મળતાં સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોલીસ બેડમાં ફરજ બજાવતાં કર્મચારીઓને આજે પગાર મોડો આવશે તેવો એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, ગ્રાન્ટના અભાવે પગાર બિલો દાખલ કરવામાં આવેલ નથી. જેથી જે અધિકારી/કર્મચારીઓનાં લોનના હપ્તા તા.૦૧ થી ૦૫માં આવતાં હોય તેઓએ લોનના હપ્તા જેટલી રકમની વ્યવસ્થા કરી લેશો. હિસાબી શાખા, ગાંધીનગર.
આ મેસેજ મળતાં પોલીસ કર્મીઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. અને પોલીસ બેડામાં આ મહિનાનો પગાર મોડો થશે તેં બાબતને લઇને કુતૂહલ સર્જાયું હતું. અને આ મેસેજ અમુક પોલીસ કર્મચારીઓને જ આવ્યા હતા. જેને કારણે કોને કોને આવા મેસેજ આવ્યા તેવા ગણગણાટ પણ પોલીસ બેડામાં શરૂ થઈ ગયો હતો.

Related posts

લીંબડી વિધાનસભા બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાએ ૩૫૫૩૯ મતે મેળવી જીત…

Charotar Sandesh

રાજ્યના DGP તરીકે આશિષ ભાટીયાની નિયુક્તિ : ગૃહમંત્રી પ્રદીપસિંહએ કરી જાહેરાત…

Charotar Sandesh

મહિસાગરમાં વધુ એક દુષ્કર્મનો કેસ આવ્યો સામે, કાકીનું સંડોવણી ખુલી…

Charotar Sandesh