Charotar Sandesh
બોલિવૂડ

પ્રસિદ્ધ ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમનું ૭૪ વર્ષની ઉંમરે નિધન…

ચેન્નાઈ : પ્રસિદ્ધ ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમનું ૭૪ વર્ષની વયે આજે સવારે નિધન થયું છે. ઓગસ્ટ મહિનામાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમની ચેન્નાઈની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કોરોના સામે લાંબી લડત લડ્યા બાદ આજે સવારે તેમનું નિધન થયું છે. પાંચમી ઓગસ્ટના રોજ જાણીતા ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ કોરોના પોઝિટિવ થયા છે. ૭૪ વર્ષીય ગાયક એસપી બાલાસુબ્રમણ્યમે પોતાના અધિકારિક ફેસબુક પેજ પર વીડિયો પોસ્ટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ઠંડી અને તાવ ઉપરાંત થોડા દિવસથી છાતી ભારે લાગી રહી હતી. જે બાદમાં તેમણે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લોકપ્રીય ગાયક એસપી બાલાસુબ્રમણ્યમે જણાવ્યું કે, ડોક્ટર્સે તેમને ઘરે જ ક્વૉરન્ટીન રહેવાનું અને દવા લેવાનું કહ્યું હતું.
પરંતુ ઘરના લોકો ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા હતા.હૉસ્પિટલ ખાતે બીજા અઠવાડિયે ગાયકની તબિયત બગડી હતી. જોકે, બાદમાં તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો હતો. એસ.પી. બાલાસુબ્રમણ્યમના પુત્ર એસ.પી. ચરણ તેમના તબિયત વિશેના અપડેટ આપી રહ્યો હતો. ૨૨મી ઓગસ્ટના રોજ ચરણના અપડેટ પ્રમાણે તેમની તબિયતમાં ખૂબ સુધારો થયો છે. ઈસીએમઓ અને વેન્ટિલેટર પર હોવા છતાં તેમણે ઝડપથી ઘરે જવું હતું. જોકે, છેલ્લા ૨૪ કલાકમાં ગાયકની તબિયત ખૂબ બગડી હતી. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બાલાસુબ્રમણ્યમે પોતાની ગાયનની કારકિર્દી ૧૯૬૬માં તમિલ ફિલ્મ શ્રી શ્રી શ્રી મર્યાદા રમન્નાથી કરી હતી.
બાલાસુબ્રમણ્યમે પોતાનું પ્રથમ તમિલ ગીત એમએસ વિશ્વનાથનની રિલિઝ ન થયેલી ફિલ્મ હોટેલ રમ્બા માટે રેકોર્ડ કર્યું હતું. પ્રસિદ્ધ ગાયકના નિધન બાદ બોલિવૂડ અને ટેલિવૂડના લોકો ગમગીન છે. તેઓ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બાલાસુબ્રમણ્યમે બોલિવૂડની ફિલ્મો માટે પણ અનેક ગીતો ગાયા છે. બોલિવૂડમાં બાલાસુબ્રમણ્યમને ખાસ કરીને સલમાન ખાનના અવાજના રૂપમાં ઓળખવામાં આવતા હતા. તેમણે સલમાન ખાનના અનેક હીટ ગીત ગાયા છે. ગુરુવારે તેમને તબિયત બગડ્યા બાદ સલમાન ખાને તેઓ ઝડપથી સાજા થાય તે માટે ખાસ દુઆ માંગી હતી. જોકે, લાખો દુઆઓની કોઈ અસર ન થતાં આજે સવારે તેમનું અવસાન થયું હતું.

Related posts

ગુજરાતના કચ્છના સસ્પેન્ડ કરાયેલા ૩ પોલીસ કર્મીઓની વહારે રવિના ટંડન આવી

Charotar Sandesh

ભારતીય કલ્ચર મુજબ બનાવેલ રાજમૌલીની RRR ફિલ્મે ધૂમ મચાવી : જુઓ 4 દિવસનું રેકોર્ડબ્રેક કલેક્શન

Charotar Sandesh

‘લાલ કપ્તાન’નું ત્રીજું અને ફાઈનલ ટ્રેલર રિલીઝ…

Charotar Sandesh