Charotar Sandesh
બોલિવૂડ

પ્રેગનેન્ટ : નેહા અને રોહનના નવા સોન્ગ ‘ખ્યાલ રખ્યા કર’ માટેનું હતું…

મુંબઈ : નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે થોડા દિવસ પહેલા લગ્ન કર્યા હતા અને હંમેશા માટે એકબીજાના થઇ ગયા. ત્યારે ગઈ કાલે સમાચાર સામે આવ્યા કે નેહા માતા બનવાની છે. સોશિયલ મીડિયા પર તેની એક તસવીર ભારે વાયરલ થઈ રહી હતી. લોકો નેહા અને તેના પતિ રોહનપ્રીતને પેરેન્ટ્‌સ બનવા પર શુભકામના આપવા પણ લાગ્યા હતા.
પરંતુ હવે આ બધી ચર્ચા બંધ થઈ ગઈ અને આખરે સામે આવી ગયું કે તે પબ્લિસિટી સ્ટન્ટ હતો. આ ફોટો નેહા અને રોહનના નવા સોન્ગ ‘ખ્યાલ રખ્યા કર’ માટેનું હતું એ સામે આવી ગયું છે. નેહાએ સોન્ગનું પોસ્ટર અને રિલીઝ ડેટ શેર કરી છે. વિગતે વાત કરીએ તો નેહા કક્કર અને રોહનપ્રીતનું સોન્ગ ૨૨ ડિસેમ્બરે રિલીઝ થવાનું છે. આવું પહેલીવાર નથી કે નેહાએ સોન્ગ પ્રમોશન માટે આવી સ્ટ્રેટેજી અપનાવી હોય. ખુદના લગ્ન વખતે પણ ‘નેહુ દા વ્યાહ’ સોન્ગ ખૂબ પ્રમોટ કર્યું હતું. ૨૪ ઓક્ટોબરે કપલે દિલ્હીમાં લગ્ન કર્યાં હતાં. તો આ રીતે નેહાનું દર વખતનું થયું.

Related posts

હિના ખાને બોયફ્રેન્ડ રોકી સાથે કરી સગાઈ? ડાયમંડ રીંગ સાથે સોશિયલ મીડિયા પર છવાઈ…

Charotar Sandesh

ખેડૂત આંદોલનની વચ્ચે સલમાનનો નવો લૂક ધડાધડ થયો વાયરલ…

Charotar Sandesh

ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નાં શૂટિંગ માટે તુર્કી પહોંચ્યો આમિર ખાન…

Charotar Sandesh