મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર બીજી વાર માતા બનવા જઈ રહી છે. આ વર્ષે જ ઓગષ્ટ મહિનામાં તેની પ્રેગ્નેન્સીના સામાચાસ સાઅમે આવ્યા હતાં. જોકે પ્રેગ્નેન્સીની સાથે જ કરીનાએ તેની આવનાર ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ના શૂટિંગ માટે દિલ્હી રવાના થઈ ગઈ હતી. ત્યાર બાદ અનેક લોકોએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, અત્યારે એસીમાં બેસીને આરામ કરવાના બદલે આખરે પ્રેગ્નેન્સીમાં કરીના કપૂરે કામ કરવાની શું જરૂર છે? આ મામલે કરીનાએ શાનદાર જવાબ આપ્યો છે.
જ્યારે કરીનાએ ‘લાલ સિંહ ચડ્ડા’ નું શૂટિંગ કરી રહી હતી તે સમયે તે ૫ મહિનાની ગર્ભવતી હતી. આ દરમિયાન કરીનાએ કહ્યું હતું કે, તે ઘરે ના બેસી શકે કારણ કે તેનો પરિવાર પ જણ તેને એમ કહીને ચિડાવે છે કે, તેના પેંચમાં કિડીઓ છે જેથી તે ઘરે નથી બેસતી. શુટિંગને લઈને કરીનાએ કહ્યું હતું કે, આ ફિલ્મનું શુટિંગ એપ્રિલ મહિનામાં જ પુરૂ કરવાનું હતું પરંતુ કોરોના મહામારીના કારણે થયેલા લોકડાઉનમાં તેને અટકાવી દેવામાં આવ્યું હતું. માટે આ સ્થિતિમાં હું ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ ના છોડી શકુ.
કરીનાએ આ મામલે આગળ ઉમેર્યું હતું કે, લાલ સિંહ ચઠ્ઠા બાદ તેણે બીજો કોઈ જ પ્રોજેક્ટ સાઈન પણ નથી કર્યો પરંતુ શૂટિંગ પૂરી કરવાનું પોતાનું વચન નિભાવ્યું છે. પ્રેગ્નેન્સીમાં કામ કરવા પર કરીનાએ ટીકાકારોને સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે, પ્રેગ્નેન્સી કોઈ બિમારી નથી કે તે ઘરે જઈને બેસી જાય. જોકે એ વાત સાચી છે કે, પ્રેગ્નેન્સી દરમિયાન કેટલીક મુશ્કેલીઓ પણ આવે છે પરંતુ તમારે તમારી જાતને સાચવી રાખવી પડે છે. માત્ર પ્રેગ્નેન્સીના કારણે કામ છોડી દેવુ એ યોગ્ય કારણ નથી, સાથે જ મને પણ કામ કરવામાં મજા આવે છે.