Charotar Sandesh
ગુજરાત

ફાઇનાન્સ કંપનીમાં લૂંટારૂઓએ ૪ કરોડના દાગીના-રોકની લૂંટ ચલાવી…

અંકલેશ્વરની ઇન્ડિયન ઇન્ફોલાઇન…

કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે તે સહિતની તમામ માહિતી લૂંટારૂઓ પાસે હતી,કરોડોની કિંમતના સોનાના દાગીના લૂંટીને કારમાં ફરાર, કરોડોના દાગીનાની લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની પોલીસને આશંકા…

અંકલેશ્વર : અંકલેશ્વરમાં ફાઈનાન્સની કંપનીમાં લૂંટની ઘટના સામે આવી છે. જેમાં લૂંટારૂઓએ બંદૂકની અણીએ કંપનીના કર્મચારીઓે બંધક બનાવ્યા હતા, અને બાદમાં કરોડોની રોકડ રકમ અને સોનાના દાગીના લૂંટીને ફરાર થયા હતા. લૂંટની સમગ્ર ઘટના કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સીસીટીવીના આધારે લૂંટારૂઓને પકડવા અંગે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે, ધોળા દિવસે લૂંટારૂઓ આવી રીતે લાખો-કરોડોની લૂંટ ચલાવી રહ્યા છે. જે પોલીસ માટે પણ એક મોટી ચેલેન્જ છે.
મીડિયા રિપોર્ટ મુજબ અંકલેશ્વરના ૩ રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે સવારે ૯ વાગ્યાની આસપાસ લૂંટારૂઓ ઘૂસી આવ્યા હતા અને બંદૂકની અણીએ કર્મચારીઓને બંધક બનાવ્યા હતા અને ૪ કરોડના દાગીના અને રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. લૂંટની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં ૪ લૂંટારૂઓ ફાઇનાન્સની ઓફિસમાં પ્રવેશ કરતા દેખાય છે અને ત્યારપછી કર્મચારીઓે બંદૂક બતાવીને અંદરના રૂમમાં મોકલી દે છે.
સીસીટીવી ફૂટેજ મુજબ બે લૂંટારૂઓના હાથમાં બંધુક અને એક લૂંટારૂના હાથમાં હથિયાર જોવા મળે છે. બાદમાં લૂંટારુઓ દાગીના અને રોકડ રકમ લૂંટીને ફરાર થઈ જાય છે. બનાવની જાણ થતાં પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ લૂંટારૂઓને પકડવા માટે અંકલેશ્વર પોલીસે શહેરમાં એલર્ટ જાહેર કરી દીધુ છે, તેમજ નાકાબંધી કરી દીધી છે. એટલું જ નહીં, ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને ર્જીંય્ની ટીમો પણ લૂંટારઓની શોધખોળ કરી રહી છે.
સ્થાનિક રિપોર્ટ ફાઇનાન્સ કંપનીના કયા કર્મચારીઓ પાસે પાસવર્ડ અને ચાવીઓ છે તે અંગે પણ લૂંટારૂઓને પહેલાથી જાણકારી હતી. જેથી લૂંટારૂઓએ પહેલાથી રેકી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અગાઉ પણ કેટલીય વાર ધોળા-દિવસે આવી લૂંટની ઘટનાઓ બની ચૂકી છે.

Related posts

રાજ્યમાં ૬૭ તાલુકામાં વરસાદઃ સૌથી વધુ ધરમપુરમાં સવા ત્રણ ઇંચ…

Charotar Sandesh

રાજકોટમાં કોરોનાના વધુ ૪૨ કેસ અને રેકોર્ડબ્રેક ૩૬ લોકોના મોત…

Charotar Sandesh

“સરકારના વિવિધ વિભાગો સામે ઓનલાઇન ફરીયાદ કરી શકાય છે…” જાણો… તમને કામ આવશે…

Charotar Sandesh