Charotar Sandesh
ગુજરાત

ફિલિપાઇન્સ અને USથી ૨૭૮ લોકો અમદાવાદ પરત ફર્યા, તમામને કરાશે ક્વૉરન્ટીન…

અમદાવાદ : હાલ કોરોના વાયરસ ને કારણે આખું વિશ્વ પરેશાન છે. આ દરમિયાન ફક્ત દેશની અંદર જ નહીં પરંતુ વિદેશમાં પણ અનેક લોકો ફસાયા છે. ભારત સરકાર તરફથી એક ખાસ અભિયાન થકી વિદેશમાં ફસાયેલા લોકોને સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને આજે ફિલિપાઇન્સ માં ફસાયેલા ૧૩૯ વિદ્યાર્થીઓ અને અમેરિકામાં ફસાયેલા ૧૩૯ લોકોને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતે આજે બે ફ્લાઇટ આવી પહોંચી હતી. અમદાવાદ એરપોર્ટ ખાતે રાત્રે આશરે ત્રણ વાગ્યે ફિલિપાઇન્સના મનાલીથી એક ફ્લાઇટ ૧૩૯ વિદ્યાર્થીઓને લઈને પહોંચી હતી.

આ તમામ વિદ્યાર્થીઓને ૧૪ દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવશે. આ દરમિયાન તેમનામાં કોઈ કોરોના વાયરસના લક્ષણો દેખાયા નથીને તેને તપાસ કરવામાં આવશે. ક્વૉરન્ટીન તબક્કો પૂરો કર્યા બાદ આ વિદ્યાર્થીઓ નિયમ પ્રમાણે બહાર નીકળી શકશે. જે વિદ્યાર્થીઓ તથા યાત્રિકો વિદેશથી આવી રહ્યા છે તેમને ૧૪ દિવસ માટે ઇન્સ્ટિટ્યૂશનલ (સંસ્થાગત) ક્વોરન્ટીનમાં રહેવું જરૂરી છે. જો કે, આ માટે તેઓ બે વિકલ્પ પસંદ કરી શકે છે : નિઃશુલ્ક અથવા પેઈડ. ઇન્સ્ટિટ્યૂશનલ (સંસ્થાગત) ક્વોરન્ટીન માટે સરકાર આ યાત્રિકો કે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક વ્યવસ્થા તો રાજ્યના ૩૧ જિલ્લાઓમાં કરશે જ, પરંતુ જે લોકો પોતાના ખર્ચે કોઈ હોટેલ અથવા અન્ય સ્થળે ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન થવા માંગતા હોય તો તે અંગેનો વિકલ્પ પણ સરકારે ખુલ્લો મુક્યો છે. તમામ જિલ્લાઓને આ અંગેની વ્યવસ્થા કરવા માટે પણ સૂચિત કરી દેવામાં આવ્યા છે. આ માટે યાત્રિકો અને વિદ્યાર્થીઓ તેમને અનુકૂળ જિલ્લો પસંદ કરી શકે છે અને આ અંગે એરપોર્ટ ઉપર એરાઇવલ ઉતર્યા બાદ તુંરત જ તેમના પસંદગીના જિલ્લા મથકની નોંધ કરાવી શકે છે. વિદેશથી પરત આવી રહેલા આ યાત્રિકો અને વિદ્યાર્થીઓને તેમના સંબંધિત જિલ્લાઓમાં પહોંચાડવાની બસની વ્યવસ્થા નિઃશુલ્ક રૂપે સરકાર મારફત કરવામાં આવી છે.

Related posts

મોંઘવારીનો માર : સીંગતેલમાં ૭૦ અને કપાસિયા તેલમાં ૧૧૦ રૂપિયાનો વધારો

Charotar Sandesh

અયોધ્યામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનું આયોજન

Charotar Sandesh

મોંઘવારીનો ગૃહિણીઓને ફટકો : ફરી એકવાર કપાસિયા-સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો

Charotar Sandesh