મુંબઈ : બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ એક્શન સ્ટાર તરીકે જાણીતો છે. આજકાલ તે તેની આગામી ફિલ્મ ‘અટેક’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે તે શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં એકદમ વાયરલ થઈ રહ્યો છે. ઇંસ્ટાગ્રામ પર વીડિયો શેર કરતી વખતે જ્હોને લખ્યું, ‘જિસ તરહ યે શુરુ હુઆ ઓર જિસ તરહ સે આગે જા રહા હૈ.
કાફી મજા આ રહા હૈ. હર હિસ્સે મેં મસ્તી હૈ. અભિનેતા દ્વારા શેર કરેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે તેના કાનની પાછળની બાજુની ગળા પર ખૂબ જ તીવ્ર ઈજા થઈ છે. જણાવીએ કે, તેને આ ઈજા એક એક્શન સીન દરમિયાન થઇ છે. આ વીડિયોમાં, મેકઅપ કલાકાર જણાવે છે કે આ લાલ રંગ ખરેખર લોહી છે.
જ્હોને એક વીડિયો સાથે એક તસવીર પણ શેર કરી છે જેમાં બતાવવામાં આવ્યું છે કે શૂટિંગ દરમિયાન એક વ્યક્તિ તેના પર ટ્યુબલાઇટથી હુમલો થયો હતો. આ પહેલા જ્હોન અબ્રાહમે આ હુમલાના શૂટિંગ દરમિયાન ફિલ્મની તસવીરો શેર કરી હતી. તાજેતરમાં જ તેણે બાઇક સ્ટંટનો વીડિયો શેર કર્યો છે. લક્ષ્ય રાજ આનંદના ડિરેક્શનમાં બની રહેલી ‘એટેક’માં જ્હોન અબ્રાહમ સાથે રકુલપ્રીત સિંહ અને જેકલીન ફર્નાન્ડીઝ પણ જોવા મળશે. આ ઉપરાંત જ્હોનની ફિલ્મ ‘સત્યમેવ જયતે ૨’ પણ આ વર્ષે ઈદ પર રીલિઝ થવા જઈ રહી છે.