મુંબઈ : શાહરૂખ ખાન છેલ્લે ઝીરો ફિલ્મમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ તે કોઈ જ ફિલ્મમાં કે બીજે ક્યાંક રૂપેરી પડદે જોવા મળ્યો નથી. પરંતુ તેની કમાણીમાં તે છતાં વધારો થયો છે. ફોર્બ્સના અનુસાર ૨૦૧૮માં કિંગખાનની કમાણી ૫૬ કરોડ રૂપિયા હતી અને ૨૦૧૯માં ૧૨૪ કરોડ રૂપિયા થઈ ગઈ. આ વાત શાહરૂખના નજીકના લોકો દ્વારા જાણવા મળ્યું છે.
૨૦૧૮માં શાહરૂખનું રેકિંગ ઘટ્યું અને તે ૬૦.૭ મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે પાંચમા સ્થાને આવ્યો હતો. ૨૦૧૯માં શાહરૂખ ખાનની બ્રાન્ડ વેલ્યૂ ૬૬.૧ મિલિયન ડૉલરની થઇ અને રેન્કિંગમાં પાંચમા સ્થાને જ રહ્યો. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં શાહરુખ ખાન હવે ૮મા નંબર પર છે. ૨૦૧૯માં શાહરુખ ખાન પાસે ૧૫ જેટલી બ્રાન્ડ છે. એની સામે ૨૦૧૭માં તેની પાસે ૨૧ બ્રાન્ડ હતી. ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌથી વધુ બ્રાન્ડ્સનો રેકોર્ડ શાહરુખ ખાનના નામે છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગયા વર્ષમાં તેણે ૨૦ કે ૨૫ જેટલી સિક્રપ્ટ્સ વાંચી છે. એમાંથી ૫ જેટલી સિક્રપ્ટ્સમાં તેને કંઈક ઠીક ઠીક લાગ્યું અને ખાલી હા જ પાડી હતી. રાજકુમાર હિરાની, રાજ-ડીકે, અલી અબ્બાસ ઝફર તથા શ્રીરામ રાઘવન એક્ટરના તે સતત સંપર્કમાં છે.