Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મ લક્ષ્મીના બમ ભોલે સોન્ગમાં અક્ષય કુમારે ૧૦૦ કિન્નરો સાથે ડાન્સ કર્યો…

મુંબઇ : અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ’લક્ષ્મી’નું સોન્ગ ’બમ ભોલે’ લોકોને ગમી રહ્યું છે. અક્ષય ફિલ્મમાં એક ટ્રાન્સજેન્ડરનો રોલ નિભાવી રહ્યા છે અને ટ્રેલરમાં તેના ઘણા વખાણ પણ થયા છે. આ સોન્ગની ખાસ વાત એ છે કે અક્ષયે ૧૦૦ કિન્નરો સાથે ડાન્સ કર્યો છે. આ સોન્ગને ગણેશ આચાર્યે કોરિયોગ્રાફ કર્યો છે.
ફિલ્મનું પહેલું સોન્ગ ’બુર્જ ખલીફા’ પણ લોકોને ગમ્યું છે. તેમાં તે એક્ટ્રેસ કિઆરા અડવાણી સાથે દેખાયો છે.
કિન્નર અખાડા મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી શરૂઆતથી જ ફિલ્મને લઈને પોઝિટિવ સાઈન આપી રહ્યા છે. અક્ષયે કપિલના શોમાં પણ લક્ષ્મી સાથે જઈને પ્રમોશન કર્યું હતું. આટલું જ નહીં લક્ષ્મીનારાયણ અક્ષયની ફિલ્મનું માર્કેટિંગ પણ કરી રહી છે. હવે તે જોવાનું રહેશે કે દિવાળી પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો કેટલી પસંદ કરે છે.
ફિલ્મનું ટ્રેલર અને પહેલું સોન્ગ ઘણું અગાઉથી રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર બંનેને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મ ૯ નવેમ્બરેર્ ં્‌્‌ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. ૨૦૨૦માં રિલીઝ થનારી આ અક્ષય કુમારની પહેલી ફિલ્મ છે.

Related posts

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નત્તે’ સૂર્યવંશી ફિલ્મ પર ભારે પડી

Charotar Sandesh

ઉર્વશી રૌતેલાનું ફેસબુક એકાઉન્ટ થયું હેક, સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી…

Charotar Sandesh

સોનૂ સૂદે કેરળમાં ફસાયેલી ૧૭૭ છોકરીઓને સુરક્ષિત પોતાના ઘરે પહોંચાડી…

Charotar Sandesh