Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મ શુભ મંગલ ઝ્‌યાદા સાવધાને બે દિવસમાં ૨૦ કરોડની કમાણી કરી…

વિકી કૌશલની હોરર ફિલ્મે ૧૦ કરોડની કમાણી કરી…

મુંબઇ : ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ની બીજા દિવસની કમાણીમાં ૨૦ ટકાનો વધારો થયા છે. આ ફિલ્મે બીજા દિવસે ૧૧.૦૮ કરોડની કમાણી કરી હતી. વિકી કૌશલની ફિલ્મ ‘ભૂત’ની કમાણીમાં નજીવો વધારો થયો હતો અને ફિલ્મે બીજા દિવસે ૫.૫૨ કરોડની કમાણી કરી હતી.
આયુષ્માન ખુરાના તથા જીતેન્દ્ર કુમારની ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’એ બે દિવસમાં ૨૦.૬૩ કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીને લઈ ટ્‌વીટ કરી હતી. આ ફિલ્મ મેટ્રોમાં સારી ચાલી છે. ફિલ્મ ત્રણ દિવસમાં ૩૪ કરોડથી વધુ કમાણી કરે તેવી અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે ડિરેક્ટર હિતેશ કેવલ્યની આ ફિલ્મમાં નાનકડાં શહેરની વાત કરવામાં આવી છે, જેમાં આયુષ્માન ખુરાન, જીતેન્દ્ર કુમારને પ્રેમ કરે છે. તેઓ પોતાના પ્રેમને મેળવી શકે છે કે પછી પરિવારના દબાણ સામે લાચાર થાય છે, તે વાત ફિલ્મમાં બતાવવામાં આવી છે. ફિલ્મમાં કોમેડીની સાથે સોશિયલ મેસેજ આપવામાં આવ્યો છે.

Related posts

સુશાંત આત્મહત્યા કેસ : રિયા ચક્રવર્તીની નવ કલાક થઇ પૂછપરછ…

Charotar Sandesh

દુનિયાની ટોપ ૧૦ આકર્ષક સુપરમોડલ્સમાં ઉર્વશી રૌતેલાનું નામ સામેલ…

Charotar Sandesh

‘બાહુબલી’ ફૅમ રાણા દગ્ગુબતીએ પ્રેમિકા મિહિકા બજાજ સાથે કરી સગાઈ…

Charotar Sandesh