ન્યુ દિલ્હી : ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ત્રીજી ટેસ્ટ ૨૪ ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બેકગ્રાઉન્ડમાં આ મેદાન પર પોતાની તસવીર પોસ્ટ કરી છે. પંડ્યાએ આ સ્ટેડિયમના અનુભવને ‘સ્વપ્નિલ’ લખ્યું છે. બેકગ્રાઉન્ડમાં મોટેરા સ્ટેડિયમ ખૂબ જ સુંદર દેખાઇ રહ્યું છે. પંડ્યાએ ટ્વીટ કર્યું કે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમમાં હોવું કોઇ સપના જેવું લાગે છે, એકદમ શાનદાર. મોટેરામાં યોજાનાર સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ ડે-નાઇટ હશે. ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમો રોજ ચેન્નાઇ પહોંચી.
સીરીઝ અત્યારે ૧-૧થી બરાબર છે અને બંને ટીમો આ મેચમાં ગુલાબી બોલથી એકબીજાનો સામનો કરશે. સીરીઝની ચોથી મેચ પણ આ મેદાન પર રમાશે. રોજ બીસીસીઆઈની પસંદગી સમિતિએ કહ્યું કે ઝડપી બોલર્સ ઉમેશ યાદવ ફિટનેસ ટેસ્ટ બાદ અમદાવાદમાં ટીમની સાથે જોડાશે. ઉમેશ યાદવને ટીમમાં શાર્દુલ ઠાકુરની જગ્યા પર સામેલ કરી છે. ઠાકુરને વિજય હજારે ટ્રોફી માટે રિલીઝ કરી દીધી છે. આ સિવાય પસંદગી સમિતિએ ટીમમાં કોઇ બીજા ફેરફાર કર્યા નથી. સીરીઝની બાકી બે ટેસ્ટ મેચો માટે ટીમ લગભગ એ જ રહી જે પહેલી બે મેચો માટે હતી.