હિંદુઓના ઘરોમાં તોડફોડ અને આગ ચાંપવાની ઘટના…
ઢાકા : બાંગ્લાદેશના કોમિલા જિલ્લામાં કેટલાક ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હિંદુઓના ઘરોમાં તોડફોડ કરી છે. મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે કોમિલા જિલ્લામાં ઇસ્લામથી જોડાયેલી કથિત અપમાનજનક પોસ્ટને લઇને અફવા ફેલાઈ ત્યારબાદ હિંદુઓના ઘર પર કટ્ટરપંથીઓએ હુમલો કર્યો. ફ્રાન્સમાં રહેનારા એક બાંગ્લાદેશી વ્યક્તિએ કથિત રીતે ત્યાંના રાષ્ટ્રપતિ ઇમૈન્યુએલ મૈંક્રોંની ‘અમાનવીય વિચારધારા’ની વિરુદ્ધ પગલા ઉઠાવવાને લઇને પ્રશંસા કરી હતી.
રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશી વ્યક્તિએ ફ્રાન્સમાં પેગમ્બર મોહમ્મદના કાર્ટૂન દર્શાવનારા ટીચરની હત્યા બાદ કટ્ટરપંથી ઇસ્લામને લઇને મૈંક્રોંના વલણનું સમર્થન કર્યું હતુ અને ત્યારબાદ હિંદુઓના ઘરોમાં તોડફોડ અને આગ ચાંપવાની ઘટના બની. રિપોર્ટમાં પૂર્બો ઘૌર કિંડરગાર્ડન સ્કૂલના હેડમાસ્ટરે ફેસબૂક પર એક પોસ્ટ પર કૉમેન્ટમાં મૈક્રોંની કાર્યવાહીનું સ્વાગત કર્યું હતુ. ફેસબૂક પોસ્ટને લઇને જેવી અફવા ફેલાવી, શનિવારના આ વિસ્તારમાં તણાવ ચરમ પર પહોંચી ગયો.
બાંગરા બજાર પોલીસ સ્ટેશનના ઑફિસર-ઇન-ચાર્જ કમરૂજ અમાન તાલુકદાર પ્રમાણે રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, રવિવારના ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચાડવાના આરોપમાં ૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી એક કિંડરગાર્ડનના હેડમાસ્ટર છે અને બીજો વ્યક્તિ અંડીકોટ ગામનો રહેનારો છે. કોમિલા જિલ્લાના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ ફઝલ મીરે વિસ્તારની મુલાકાત લીધા બાદ જણાવ્યું કે સ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે. ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે ઘરો પર થયેલા હુમલાને લઇને કેસ નોંધાવાની પ્રક્રિયા ચાલી રહી છે.
તેમણે કહ્યું કે, પોલીસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોને જોઇને હુમલાખોરોની ઓળખ કરશે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં ફ્રાન્સમાં પેગમ્બર મોહમ્મદના કાર્ટૂન છાપવાના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યા છે. બાંગ્લાદેશી અધિકારીઓએ કુર્બાનપુર અને અંડીકોટ ગામમાં પોલીસની ભારે તૈનાતી કરવામાં આવી છે.