Charotar Sandesh
ગુજરાત

બંગાળની ખાડીમાં અમ્ફાન નામના વાવાઝોડાનું જોખમ, તંત્રને કરાયું એલર્ટ…

ગાંધીનગર : કોરોનાની મહામારી વચ્ચે બંગાળની ખાડીમાં અમ્ફાન નામના વાવાઝોડાનું જોખમ ઉભું થયુ છે. જેથી પશ્વિમ બંગાળ અને ઓરિસ્સાના દરિયાઈ વિસ્તારને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડુ ઓરિસ્સા અને પશ્વિમ બંગાળ તરફ આગળ વધતા વધારે શક્તિશાળી બનશે.જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમ્ફાન ૧૫મીમેના રોજ ઓરિસ્સાના દરિયા કિનારે ટકરાઈ શકે છે. જે બાદ વાવાઝોડું બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્વિમ તરફ આગળ વધતા પશ્વિમ બંગાળને ધમરોળી શકે છે. જેથી પશ્વિમ બંગાળના માછીમારોને ૧૮થી ૨૨મી મે સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. વાવાઝોડીની સ્થિતિને ધ્યાનમાં રાખી ઓરિસ્સાની સરકાર દ્વારા મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. અને બેઠકમાં વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી. તો વાવાઝોડાના કારણે ઓરિસ્સા અને પશ્વિમ બંગાળમાં એનડીઆરએફને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

ભુવનેશ્વરના હવામાન વિજ્ઞાાન કેન્દ્રના નિદેશક એચ. આર. બિશ્વાસે જણાવ્યું કે આ સિસ્ટમ પશ્ચિમ બંગાળમાં દીધાથી ૧,૨૫૦ કિ.મી. દક્ષિણમાં અને બાંગ્લાદેશમાં ખેપુપારાથી ૧,૩૩૦ કિ.મી. દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં છે, જે આગામી ૨૪ કલાકમાં એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ઝડપથી પલટાઈ શકે છે.આ ચક્રવાતી તોફાન ૧૭મે સુધીમાં ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ અને પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ અને ઉત્તર પશ્ચિમ તથા પશ્ચિમ બંગાળના કિનારા તરફ ૧૮થી ૨૦ મે વચ્ચે સ્થળાંતર થાય તેવી સંભાવના છે. ચક્રવાતી તોફાનના કારણે ઓડિશાના દરિયા કિનારે ૧૮મી મેથી અલગ અલગ સ્થળો પર હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે. ૧૯મી મેએ કેટલાક સ્થળો પર ભારેથી અતિ ભારેવરસાદ ત્રાટકી શકે છે. ૧૯મીએ કેટલાક સ્થળો પર ભારે વરસાદ થશે અને ૨૦મી મેએ ઉત્તરીય ઓડિશાના કિનારા પર ભારે વરસાદ થઈ શકે છે.

તેમણે કહ્યું કે આ દરમિયાન આગામી કેટલાક દિવસ સુધી માછીમારોને સમુદ્રની સ્થિતિના કારણે સમુદ્રમાં ઉંડે સુધી નહીં જવાની સલાહ અપાઈ છે. દરમિયાન ચક્રવાતી તોફાન એમ્ફાન ત્રાટકવાની આશંકાથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)એ શનિવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં દરિયા કાંઠાના કેટલાક જિલ્લાઓમાં ચાર ટીમો ગોઠવી છે. એનડીઆરએફના ડિરેક્ટર જનરલ સત્ય નારાયણ પ્રધાને જણાવ્યું હતું કે ઓડિશા અને બંગાળમાં ચાર ટીમો ગોઠવવા ઉપરાંત ૧૨ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.દરમિયાન ઓડિશા સરકારે એમ્ફાન ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારને કામચલાઉ ધોરણે ‘શ્રમિક સ્પેશિયલ ટ્રેનો’ અટકાવવા વિનંતી કરી છે. સ્પેશિયલ રિલિફ કમિશનર પી. કે. જેનાએ જણાવ્યું હતું કે, ઓડિશામાં એમ્ફાન ચક્રવાતી તોફાન ત્રાટકવાની આશંકાના પગલે અમે કેન્દ્ર સરકારને માત્ર ૩થી ચાર દિવસ માટે કામચલાઉ ધોરણે શ્રમિક વિશેષ ટ્રેનો અટકાવવા વિનંતી કરી છે.

Related posts

ડરના જરૂરી હૈ… ભયના માહોલ વચ્ચે મોટા ભાગના ટુવ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેર્યા…

Charotar Sandesh

કોરોનાથી ગુજરાતના ફાર્મા, હિરા, પ્લાસ્ટીક, કોટન, જીરા, ટેકસટાઈલ ઉદ્યોગને મોટો ફટકો…

Charotar Sandesh

રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ ક્યારે શરૂ કરાશે..? સવાલ પર સરકારે સાધ્યું મૌન…

Charotar Sandesh