Charotar Sandesh
ઈન્ડિયા

બજેટથી શેરબજાર ખુશખુશાલ : સેન્સેક્સમાં ઐતિહાસિક ૨૩૧૪ અંકનો ઉછાળો…

થોડા જ કલાકોમાં રોકાણકારોએ ૪ લાખથી વધુની કમાણી કરી

નિફ્ટી ૬૪૬ અંક વધી ૧૪ હજારની સપાટી વટાવી

મુંબઇ : નાણાં પ્રધાને કરેલી બજેટની જાહેરાત બાદ આજે રોકાણકારોની ચાંદી થઇ ગઇ છે. જેમાં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ વધીને ૧,૯૦,૩૫,૩૩૫.૮૯ કરોડ થઈ છે. જ્યારે શુક્રવારે તે ૧,૮૬,૧૨,૬૪૪.૦૩ કરોડ હતી. એટલે કે, થોડા કલાકોમાં રોકાણકારોની સંપત્તિમાં ૪ લાખ કરોડથી વધુનો વધારો થયો છે.
શેરબજારમાં આજે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +૨,૩૧૪.૮૪ પોઇન્ટ એટલે ૫.૦૦% ટકાના ઉછાળા સાથે ૪૮,૬૦૦.૬૧ પર આગળ વધી બંધ રહ્યો છે. તેમજ નિફ્ટી +૬૪૬.૬૦ પોઇન્ટ એટલે ૪.૭૪% ટકાના વધારા સાથે ૧૪,૨૮૧.૨૦ પર બંધ રહી છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણનું આ ત્રીજુ બજેટ દેશના અર્થતંત્ર માટે ખૂબ મહત્વનું છે. બજેટથી શેરબજારમાં ઉછાળા આવ્યો છે. નિર્મલા સીતારમણના બજેટ પર ભાષણ દરમિયાન શેર?બજારમાં ઉછાળો આવવાનો શરૂ થઇ ગયો હતો. આજે સેન્સક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં સારી ખરીદી જોવા મળી છે. સેન્સેક્સ ૨,૩૧૪ પોઇન્ટની વૃદ્ધિ સાથે ૪૮,૬૦૦.૬૧ પર બંધ થયો છે. ઉપરાંત નિફ્ટી ૧૪,૨૮૧.૨૦ ની લેવલ પર છે.
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, આઇસીઆઇસી બેન્ક, બજાજ ફાઈસર્વ, એસબીઆઇ, એચડીએફસી સહિતના શેર વધીને બંધ થયા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક ૧૭.૭૫ ટકા વધી ૯૭૧.૧૦ પર બંધ થયો હતો. જ્યારે આઇસીઆઇસી બેન્ક ૧૨.૪૭ ટકા વધી ૬૦૩.૯૫ પર બંધ થયો હતો. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ટેક મહિન્દ્રા, એચયુએલ સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતા. ડો.રેડ્ડી લેબ્સ ૩.૭૦ ટકા ઘટીને ૪૪૨૮.૬૦ પર બંધ થયો હતો. ટેક મહિન્દ્રા ૧.૫૮ ટકા ઘટીને ૯૪૬.૫૦ પર બંધ થયો હતો.
બજેટના દિવસે શેર બજારની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષમાં બજેટના દિવસે શેર બજારમાં ક્યારેક ઠંડુ તો ક્યારેક બિલકુલ નબળું રિએક્શન જોવા મળ્યું. બજેટના દિવસે ૧૦ વર્ષમાં માત્ર ત્રણ વખત જ સેન્સેક્સમાં ઉછાળો જોવા મળ્યો અને સાત વખત બજારને નિરાશા હાથ લાગી છે.

Related posts

પૈસાદાર લોકો પોતાની સુરક્ષાનો ખર્ચ પોતે જ ઉઠાવે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

ગણેશોત્સવમાં મોટો હુમલા કરવાનો ધમકી ભર્યો ફોન આવ્યો : મુંબઈ પોલીસ એલર્ટ

Charotar Sandesh

આઝાદી બાદ પ્રથમ વખત મહિલાને ફાંસી આપવામાં આવશે…

Charotar Sandesh