Charotar Sandesh
વર્લ્ડ

બરાક ઓબામાએ રાહુલ ગાંધીની સરખામણી વિદ્યાર્થી સાથે કરી…

રાહુલ ગાંધી સ્કૂલમાં ભણતા ટાબરિયા જેવો, ઝનૂનની તેમનામાં કમી

ઓબામાએ પોતાના પુસ્તકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નર્વસ નેતા ગણાવ્યા

પુસ્તકમાં મનમોહનના વખાણ, અપાર નિષ્ઠાવાળા ગણાવ્યા, પુટીનને ગણાવ્યા ’ચાલાક બોસ’, ઓબામાના સંસ્મરણોના ૭૬૮ પૃષ્ઠોનું પુસ્તક ૧૭ નવેમ્બરે બહાર પડશે

USA : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ રાહુલ ગાંધીનો ઉલ્લેખ પોતાના પુસ્તકમાં કર્યો છે. ઓબામાએ પોતાના આત્મકથા ’અ પ્રોમિસ્ડ લેન્ડ’માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો છે. ઓબામાએ પોતાની આત્મકથામાં રાહુલ ગાંધીને નર્વસ અને ઓછી યોગ્યતાવાળા નેતા ગણાવ્યા છે. પોતાના પુસ્તકમાં ઓબામાએ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો પણ ઉલ્લેખ કર્યો છે.
બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે, ’રાહુલ ગાંધી એક એવા વિદ્યાર્થી છે જેમણે કોર્સવર્ક તો કર્યું છે અને શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સુક પણ રહ્યા છે પરંતુ આ વિષયમાં મહારત હાંસલ કરવા માટે કયાં તો તેમનામાં યોગ્યા નથી અથવા ઝનૂનની કમી છે.’ તેમણે રાહુલ ગાંધીને નર્વસ અને ઓછી ગુણવત્તા ધરાવનારા પણ કહ્યા છે.
ન્યુયોર્ક ટાઈમ્સે ઓબામાના સંસ્મરણ ’અ પ્રોમિસ્ડ લેન્ડ’ની સમીક્ષા કરી છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખે દુનિયાભરના રાજકીય નેતાઓ સિવાય અન્ય વિષયો પર પણ વા કરી છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં પબ્લિશ સમીક્ષા પ્રમાણે રાહુલ ગાંધીના વિષયમાં ઓબામાએ કહ્યું છે કે તેમનામાં ગભરાયેલા અને અપરિપકવ વિદ્યાર્થીના ગુણ છે જેણે આખો કોર્સ પૂર્ણ કરી લીધો છે અને તે પોતાના શિક્ષકને પ્રભાવિત કરવા માગે છે, પરંતુ તેમનામાં વિષયમાં સફળતા મેળવવાની યોગ્ય તા કે ઝનૂનની કમી છે.
બરાક ઓબામાએ રાહુલ ગાંધીના માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો છે, તેમણે કહ્યું છે કે, ’આપણને ક્રિસ્ટ અને રહમ એમેનુઅલ જેવા પુરુષોના હેન્ડસમ હોવા વિશે કહેવાય છે પરંતુ મહિલાઓના સોંદર્ય વિશે નહીં. માત્ર એક કે બે જ ઉદાહરણ અપવાદ છે જેમ કે સોનિયા ગાંધી.’
સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રી બોબ ગેટ્‌સ અને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહસિંહ બન્ને એકદમ પ્રામાણિક છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિન ઓબામાને શિકાગો મશીન ચલાવનારા મજબૂત, ચાલાક બોસની યાદ અપાવે છે. પુતિન વિશે ઓબામા લખે છે, ’શારીરિક રીતે તેઓ સાધારણ છે.’ ઓબામાના ૭૮૬ પાનાનું પુસ્તક ૧૭ નવેમ્બરે બજારમાં આવશે. અમેરિકાના પહેલા આફ્રીકન-અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ઓબામાએ પોતાના કાર્યકાળમાં બે વખત ૨૦૧૦ અને ૨૦૧૫માં ભારતની યાત્રા કરી હતી.

Related posts

મૂળ ભારતીય નૌરીન હસન ન્યૂ યોર્કના ફેડરલ રિઝર્વ બેન્કના બન્યા ઉપાધ્યક્ષ…

Charotar Sandesh

લો બોલો, ઉત્તર કોરિયામાં ટાઈટ પેન્ટ પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો : કિમ જોંગના નવા અનોખા નિયમો, જુઓ

Charotar Sandesh

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા બિડેને બતાવ્યો ભારત પ્રેમ…

Charotar Sandesh