Charotar Sandesh
વર્લ્ડ

બરાક ઓબામા મિત્ર બિડેન માટે ચૂંટણી પ્રચારમાં ઉતરે તેવી શક્યતા…

USA : પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પોતાના સાથી અને પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જે બિડેન માટે ચૂંટણી પ્રચારમાં ઉતરશે. ઓબામાને પદથી ગયાને ભલે ચાર વર્ષ થઈ ગયા છે પરંતુ આજે પણ લોકો તેમને સાંભળવા માટે એકઠા થઈ જાય છે. ચૂંટણી પહેલા ઓબામાને પ્રચાર અભિયાનમાં ઉતરવાનો બહુ મોટો ફાયદો ડેમોક્રેટિક પાર્ટીને મળી શકે છે. નિશ્ચિત રીતે રિપલબ્કિન પાર્ટી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ બહુ મોટો ઝટકો હોઈ શકે છે.
બિડન કેમ્પેન તરફથી જણાવવામાં આવ્યુ છે કે પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર માટે આવતા સપ્તાહે પેન્સિલવેનિયામાં પ્રચાર કરતા જોવા મળશે. ૭૭ વર્ષના બિડેન, ઓબામાના બે કાર્યકાળ દરમિયાન ઉપ રાષ્ટ્રપતિ પદની દોડમાં છે અને બરાક ઓબામા ઉપરાંત તેમના પત્ની મિશેલ તેમના માટે ઑનલાઈન પ્રચાર કરી ચૂક્યા છે. આ પહેલી વાર છે જ્યારે ૫૯ વર્ષના ઓબામા પદથી હટ્યા બાદ ચૂંટણી પ્રચારમાં ઉતરવાના છે.
ઓબામાને આજે પણ એક શ્રેષ્ઠ વક્તા ગણવામાં આવે છે અને આજે પણ તે એક ભારે ભીડને ખેંચી લાવવાની ક્ષમતા ધરાવે છે. બિડેન કેમ્પેઈન તરફથી જણાવવામાં આવ્યુ છે, બુધવારે ૨૧ ઓક્ટોબરે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં જો બિડેન અને કમલા હેરિસ માટે પ્રચાર કરવા આવશે. કેમ્પેઈન તરફથી આ ઉપરાંત કોઈ વધુ માહિતી આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે.

  • Naren Patel

Related posts

સ્પેનમાં ભયાનક જ્વાળામુખી ફાટ્યો : લાવાના પ્રવાહે એપી ૨૧૨ રસ્તાને કાપી નાંખ્યો

Charotar Sandesh

અમેરિકામાં ચૂંટણી મોંઘી પડીઃ ૨૪ કલાકમાં કોરોનાના એક લાખથી વધુ કેસ પોઝિટિવ નોંધાયા…

Charotar Sandesh

USA : અમેરિકામાં કોલેજ કેમ્પસમાં ફાયરિંગ : ૨ અધિકારીઓના મોત

Charotar Sandesh