ટ્રમ્પ સરકારના નિર્ણયોને પલટાવશે, ભારતીયોમાં ખુશીની લહેર…
USA : બદલાતા સમયની સાથે જે બદલાઇ જાય તેને મિત્ર કહેવાય નહીં. આ વાત અમેરિકાએ સાબિત કરી દીધી છે. ભારત અને અમેરિકાની દોસ્તીનું દમ ફરીથી દેખાયું કારણ કે બાઇડેન પ્રશાસને એચ-૧બી વીઝા પોલિસી સાથે જોડાયેલા જૂના નિયમોને પાછા લાવી દીધા છે. અમેરિકાના આ પગલાંથી ભારતમાં ખુશીની લહેર દોડી ગઇ છે કારણ કે રોજગારીનો મોટો રસ્તો ખૂલી ગયો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનએ ટ્રમ્પ સરકારના નિર્ણયો પર ફરીથી વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. આ યાદીમાં એચ-૧બી વીઝા પોલિસીનો પણ મુદ્દો છે. આપને યાદ હશે કે ટ્રમ્પ સરકારે વિદેશી કર્મચારીઓ માટે રજૂ કરેલા એચ-૧બી વીઝાથી સંબંધિત ૩ નવા નિયમો બનાવ્યા હતા. નવા નિયમોના લીધે અમેરિકામાં કામ કરી રહેલા ભારતીય લોકોને ખૂબ મુશ્કેલી થઇ હતી. સરકાર બદલાયા બાદ બાઇડેન મેનેજમેન્ટે આ ત્રણેય નીતિગત નિર્ણયોને પાછા લઇ લીધા છે આથી અમેરિકામાં બીજા દેશના લોકોને મુશ્કેલી પડી રહી હતી.
ભારત અને અમેરિકાની દોસ્તી કેટલી મજબૂત છે. બાઇડેન સરકારનો નવો નિર્ણય આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પ્રધાનમંત્રી મોદી એક બીજાનું સમ્માન કરે છે અને વિવાદોને ઉકેલવા માટે ખુલ્લા મનથી ચર્ચા કરે છે. એચ-૧બી વીઝા પર નવા નિયમોનો ભારતે વિરોધ કર્યો હતો અને પોતાની આપત્તિ વ્યક્ત કરી હતી. સરકાર બદલાવા છતાંય અમેરિકાએ ભારત સાથે દોસ્તી નિભાવામાં કોઇ કસર છોડી નહોતી.
બાઇડેનના મોટા નિર્ણયથી ભારતીય આઇટી પ્રોફેશનલે રાહતના શ્વાસ લીધા છે. એચ-૧બી વીઝાને લઇ ટ્રમ્પ પ્રશાસનના વિવાદાસ્પદ નિયમોના લીધે આઇટી પ્રોફેશનલને ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. બાઇડેન સરકાર મોટા નિર્ણયથી હવે એ તમામ ભારતીય આઇટી પ્રોફેશનલને ફાયદો થશે જે અમેરિકા જવાનું સપનું જોઇ રહ્યા છે. અમેરિકામાં ભારતીય મૂળના હજારો આઇટી પ્રોફેશનલ કામ કરે છે અને લાખો યુવા આઇટી પ્રોફેશનલ પોતાની કેરિયરની શરૂઆત અમેરિકાથી કરવા માંગે છે.
- Nilesh Patel