Charotar Sandesh
ગુજરાત

બાગાયત વૃક્ષોમાંથી ૧૬ લાખ કરતા વધુ વૃક્ષોને નુકસાન, ૧૪ ટકા સર્વે બાકી : કૃષિમંત્રી ફળદુ

ગાંધીનગર : કૃષિમંત્રી આર.સી.ફળદુએ કહ્યું હતુ કે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને વધુ નુકસાન પહોંચાડયું હતુ. કૃષિ વિભાગને બાગાયતી અને ખેતી પાકોને નુકસાન થયું છે. જયાં વધુ નુકસાન છે ત્યાંથી રિપોર્ટ મંગાવાયો છે. ૮૬ લાખ કૃષિ બાયગત વૃક્ષોમાંથી ૧૬ લાખ કરતા વધુ વૃક્ષોને નુકસાન છે. ૧૪ ટકા સર્વે બાકી છે. પ્રથમ વખત કૃષિ વૈજ્ઞાનિક પણ ફિલ્ડમાં મોકલ્યા છે. નવસારી, જૂનાગઢ અને આણંદ, દાંતીવાડાના ૧૩૮ કૃષિ વૈજ્ઞાનિક ફિલ્ડમાં મોકલ્યા છે.
ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યને ટકરાયેલા તાઉ-તે વાવાઝોડાના કારણે કેન્દ્ર સરકાર દ્વારા નુકસાનીના પેટે એક હાજર કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં નુકસાનીનો સર્વે ૨૦મી તારીખથી કરવામાં આવી રહ્યો છે. પ્રભાવિત વિસ્તારમાં ૬ દિવસ બાદ તમામ રસ્તા ચાલુ થયા છે. અત્યાર સુધીમાં ૧૦ કરોડ રૂપિયાની કેશ ડોલ ચૂકવાઈ છે. ૯૫ હજાર રૂપિયા કાચા મકાનો ને પડી ગયા તે પરિવારને આપશે. ઝૂંપડા નુકશાન થયું તેમને ૧૦ હજાર રૂપિયા આપ્યા છે. વાવાઝોડના કારણે ખેતીવાડી વધુ નુકશાન થયું છે. આંબા, નાલયેરી, લિંબુ, અને કેળને નુકશાન થયું છે. તેનો સર્વે ચાલુ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાના કારણે મોટા પાયે નુકસાન થયુ છે. જેથી સરકાર ૯૦૦ કરોડથી વધુનું સહાય પેકેજ જાહેર કરી શકે છે. વાવાઝોડામાં નુકસાન થયેલા પાક માટે ખેડૂતને સહાય ચૂકવાશે. સરકાર બાગાયતી ખેતીમાં હેકટર દીઠ ૭૦થી ૮૦ હજાર સહાય ચૂકવી શકે છે. જીડ્ઢઇહ્લના ધારાધોરણ ઉપરાંત વધારાની ૪૦થી ૬૦ હજાર સહાય ચૂકવવામાં આવી શકે છે. જીડ્ઢઇહ્લના નિયમ મુજબ ૨૦ હજાર પ્રતિ હેકટર સહાય ચુકવવાની જોગવાઈ છે. કેરી, ચીકુ, પપૈયા, નાળીયેરી અને કેળની ખેતીને વધારાની સહાય ચૂકવાઈ શકે છે. બાગાયત અને ખેતી પાકના અલગ અલગ ધારાધોરણ પ્રમાણે સહાય અપાય તેવી સંભાવના છે. વાવાઝોડના કારણે નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને નર્મદા જિલ્લામાં વ્યાપક નુકસાન થયુ છે.

Related posts

સુરેન્દ્રનગર-મોરબી-ભાવનગરના આકાશમાં તીડ દેખાતા ખેડૂતોમાં વધી ચિંતા…

Charotar Sandesh

રાજ્યમાં હેલ્મેટનો નવો કાયદો અમલી બનશે : પાલન નહીં થાય તો ચલણ કપાશે…

Charotar Sandesh

આ હિંસા પૂર્વ આયોજિત હતી, ષડયંત્રકારીઓએ તોફાન કરાવ્યા : નીતિન પટેલ

Charotar Sandesh