મુંબઈ : કોરોના વાયરસનો કહેર યથાવત છે જ્યારે અનલોકને કારણે દરેક ઇન્ડસ્ટ્રીને લગતા કામ ફરી શરૂ થયા છે, ત્યારે લોકો કામ માટે નીકળી રહ્યા છે. તો કોરોના સંક્રમણના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. બોલિવૂડની વાત કરીએ તો આ પહેલા અનેક કલાકારોને એક પછી એક કોરોના પોઝિટિવ આવવાના રિપપોર્ટ મળી રહ્યા છે. તેમાંથી ઘણા સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે આ સાથે જ ફિલ્મ ‘બાહુબલી’ ની જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયા પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને ગંભીર હાલતમાં હૈદરાબાદ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તમન્ના ભાટિયા છેલ્લા કેટલાક દિવસોથી હૈદરાબાદમાં છે. અહીં તે તેની આગામી વેબ સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર તમન્ના ભાટિયા શૂટિંગ દરમિયાન જ કોરોના વાયરસના કેટલાક લક્ષણો જોવા મળ્યા હતા, જે પછી તેનો ટેસ્ટ કરવામાં આવ્યો તો તે પોઝિટિવ આવ્યો હતો. તમન્નાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ તેમને તાત્કાલિક હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની પાસે કોવિડ -૧૯ ની સારવાર ચાલી રહી છે. હાલ તમન્ના ભાટિયાના ચાહકો અને શુભેચ્છકો આ સમાચાર સાંભળીને તેની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
તમન્નાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેના ચાહકોને આ વિશે કોઈ માહિતી આપી નથી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઓગસ્ટમાં, તમન્ના કહ્યું હતું કે તેના માતાપિતા કોરોના પોઝિટિવ આવ્યા હતા પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આગામી વેબ સિરીઝ ઉપરાંત તમન્ના ભાટિયા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે આગામી ફિલ્મ ‘બોલે ચૂડિયા’ માં જોવા મળશે. નવાઝુદ્દીનનો ભાઈ શમાસ નવાબ આ ફિલ્મ કરી રહ્યા છે.