ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી દ્વારા PhD પ્રોગ્રામ શરુ કરવા માટે માન્યતા આપવામાં આવી. જેમાં સિવિલ એન્જી,મિકેનિકલ એન્જી,ઇલેક્ટ્રિકલ એન્જી, એન્વાયર્નમેન્ટલ એન્જી તથા કોમ્પ્યુટર એન્જી બ્રાન્ચ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે સંસ્થા ના પ્રિન્સિપાલ ડૉ.ઈંદ્રજિત એન.પટેલે જણાવ્યું હતું કે PhD પ્રોગ્રામ માટે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી દ્વારા રિસર્ચ પેપર પબ્લિકેશન ઈન રેપ્યુટેડ જર્નલ્સ,રિસર્ચ પેટન્ટ્સ,રિસર્ચ કન્સલ્ટન્સી,રિસર્ચ પ્રોજેટ્કસ,રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અંતર્ગત મેળવેલ રિસર્ચ ગ્રાન્ટ્સ,અન્ય યુનિવર્સટી ને આપેલ રિસર્ચ ગાઈડન્સ,બીવીએમ ના 60 થી વધુ PhD પદવી ધરાવતા અધ્યાપકો તથા અન્ય PhD નો અભ્યાસ કરતા અધ્યાપકો,રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય કક્ષા એ બીવીએમ ના અધ્યાપકો નું એડવાઈઝર, ટેકનિકલ કમિટી મેમ્બર,રીવ્યુઅર,શેસન ચૅર તરીકે નું ઇન્વોલ્વમેન્ટ,સંસ્થા ને મળેલ ઓટોનોમી,કવોલિટી ઓફ રિસર્ચ,બી.ટેક તથા એમ.ટેક ના વિદ્યાર્થીઓ ની ગુણવત્તા,ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટ ઈન્ટરેક્શન,વિદેશ ની યુનિવર્સીટી સાથે નું કોલબ્રેશન તથા બીવીએમ ખાતે યોજાતી રાષ્ટ્ર્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષા ની ઈવેન્ટ્સ જેવા ફેક્ટર્સ ને ધ્યાન માં લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમય માં ટેક્નોલોજિકલ હરણફાળ ને ધ્યાન માં રાખી ને પુસ્તક નું જ્ઞાન પૂરતું સીમિત રહી જવું એ સંકુચિતતા છે. દરેક વ્યક્તિ એ આજે ટેક્નોલોજીકલી અપગ્રેડ થવું જરૂરી છે જેના માટે ઓનલાઇન ઇન્ટરનેટ પ્લેટફરોમ,સ્ટેટ ઓફ આર્ટ લેબ્સ,સેન્ટર ઓફ એક્સેલેન્સ તથા અન્ય રીસોર્સીસ બીવીએમ ખાતે ઉપલબ્ધ છે જેનો રિસર્ચર્સ તથા એકેડેમીશિયન્સ મહત્તમ ઉપયોગ કરી ને રિસર્ચ ક્ષેત્રે એક્સેલ કરી શકે છે તથા આગામી સમય માં રિસર્ચ સેન્ટર અંતર્ગત ઇન્ડસ્ટ્રી અને વિદેશ ની યુનિવર્સીટી સાથે કોલેબ્રેટીવ રિસર્ચ પ્રોજેક્ટ્સ હાથ ધરવામા આવશે.
ઉપરોક્ત સફળતા માટે સંસ્થા ખાતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કમિટી અંતર્ગત ડૉ.એ.કે.વર્મા (હેડ,સ્ટ્રક્ચરલ એન્જી), ડૉ.મુકેશ સિંપી, ડૉ.દર્શના ભટ્ટ, ડૉ.જગદીશ રાઠોડ, ડૉ મેહફુઝા હોલિયા, ડૉ. ઝંખના શાહ,દરેક વિભાગીય વડાઓ, અધ્યાપકો, TEQIP-III કમિટી મેમ્બર્સ, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ, પ્રો.મહાશ્વેતા જોશી, પ્રો.જાગૃતિ શાહ,ડૉ.એચ જે.ચૌહાણ, ડૉ.યોગેશ પ્રજાપતિ, પ્રો.ધારા ત્રિવેદી, પ્રો.કિંજલ પટેલ, પ્રો.રાકેશ બારોટ,પ્રો.જતીન મકવાણા ઉત્સાહપૂર્વક કામગીરી હાથ ધરી હતી. ચારુતર વિદ્યામંડળ ના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલ તથા અન્ય હોદ્દેદારો એ સંસ્થા ની જવલંત સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.