આણંદ : ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એન્જી.ડિપાર્ટેમન્ટ દ્વારા B.V.M Alumni Association,Google DSC તથા Red Hat ના સંયુક્ત ઉપક્રમે “કંટેનર્સ, કુબેરનેટ્સ એન્ડ ઓપન શિફ્ટ” વિષય પર બે દિવસીય નેશનલ વર્કશોપ યોજાયો. જેના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે એન્જીનીયર નિલેષ વાઘેલા (CEO, Electromech, Ahmedabad), ડૉ.ઈંદ્રજિત એન. પટેલ (પ્રિન્સિપાલ, બીવીએમ), ડૉ.કેયુર એન.બ્રહ્મભટ્ટ (હેડ, આઇ.ટી એન્જી.) ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંસ્થા ના પ્રિન્સિપાલ ડૉ.ઈંદ્રજિત એન.પટેલે સૌનું અભિવાદન કર્યું હતું તથા વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો નું અલગ અલગ ક્ષેત્રો માં પ્રદાન તથા સિદ્ધિઓ વિષે માહિતી આપી હતી, આ ઉપરાંત વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ દ્વારા દેશ ના અપલીફ્ટમેન્ટ માટે બીવીએમ હંમેશા પ્રયત્નશીલ છે તેમ જણાવ્યું હતું. ડૉ.કેયુર બ્રહ્મભટ્ટે વર્કશોપ વિશે તથા કંટેનર્સ,કુબેરનેટ્સ એન્ડ ઓપન શિફ્ટ એડવાન્ટેજીસ વિશે માહિતી આપી હતી. એન્જીનીયર નિલેશ વાઘેલા એ કંટેનર્સ, કુબેરનેટ્સ એન્ડ ઓપન શિફ્ટ આર્કિટેક્ચર, કંટેનર્સ સર્વિસીસ, ઈમેજીસ, કસ્ટમ કંટેનર્સ ઈમેજીસ વિશે માહિતી આપી હતી.
નેશનલ વર્કશોપ ને સફળ બનાવવા માટે પ્રોગ્રામ કોર્ડીનેટર્સ ડૉ.વત્સલ શાહ તથા પ્રો.પ્રિયંક ભોજકે ઉત્સાહપૂર્વક કામગીરી હાથ ધરી હતી તથા ઉપરોક્ત વર્કશોપ માં 120 થી વધુ વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો એ ભાગ લીધો હતો.આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળ ના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલ તથા અન્ય હોદ્દેદારો એ લેટેસ્ટ ટેક્નોલીજીકલ ટ્રેન્ડ વિષય પર વર્કશોપ ના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા તથા જણાવ્યું હતું કે ચારુતર વિદ્યામંડળ આગામી સમય માં ટેક્નોલોજિકલ ટ્રેન્ડઝ આધારિત વર્કશોપ નું આયોજન કરશે.