Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ૭૪માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી…

આણંદ : ચારુતર વિદ્યામડંળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ તા.૧૪/૦૬/૨૦૨૧ ના રોજ ૭૪મા સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત મહાપૂજા કરવામાં આવી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પૂજ્ય શ્રી ભગવતચરણદાસ સ્વામી (કોઠારી, BAPS), પૂજ્ય શ્રી યોગેશદાસ સ્વામી (BAPS), પૂજ્ય શ્રી ડૉ.વેદ મનનદાસ સ્વામી (BAPS), પૂજ્ય શ્રી પરમતીર્થદાસ સ્વામી (BAPS), પૂજ્ય શ્રી યજ્ઞકીર્તનદાસ સ્વામી (BAPS), શ્રી મનીષભાઈ પટેલ (ઉપપ્રમુખ,ચારુતર વિદ્યામડંળ), ડૉ. ઈંદ્રજિત એન. પટેલ (પ્રિન્સિપાલ, બી.વી.એમ) એન્જીનીયર પ્રદીપભાઈ પટેલ (માનદ મંત્રી, બી.વી.એમ એલ્મની એસોસિએશન), દરેક વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પૂજ્ય શ્રી ડૉ. વેદ મનન સ્વામી દ્વારા મુખ્ય અતિથિઓ તથા યજમાનોની ઉપસ્થતિમાં મહાપજાૂ કરવામાં આવી હતી. જેમાં મગંલાચરણ, શુક્લ યજુર્વેદ શાતિં પાઠ, ઠાકોરનું પૂજન, સંકલ્પ તથા મત્રં પુષ્પાજંલિ, કીર્તન તથા આરતી અને પ્રસાદવિતરણ કરવામાં આવ્યું હતું, પૂજ્ય શ્રી ડૉ.વેદ મનન સ્વામી દ્વારા બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય તથા ચારુતર વિદ્યામંડળ સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રે યશ તથા કીર્તિ મેળવે તેવા આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિ પાલ ડૉ. ઈંદ્રજિત એન. પટેલે વિશ્વકર્મા મહાવિદ્યાલય સાથે સકંળાયલેા દરેક વ્યક્તિઓ તથા તેમના પરિવારજનો ની સુખ, શાતિં અને સમદ્ધિમાં વધારો થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાતં તેમણે જણાવ્યું હતું કે વલ્લભ વિદ્યાનગર એ સંતો મહંતોના આશીર્વાદ મેળવે તેવા પવિત્ર ભૂમિ છે જેમાં ૪૦૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ તથા ૫૨ થી વધુ સંસ્થાનો શિક્ષણયજ્ઞ અવિરત પણે કાર્યરત છે. બી.વી.એમ.ની સ્થાપના શ્રી સરદાર સાહેબની પ્રેરણા, શ્રી ઘનશ્યામદાસજી બિરલાનું દાન, પૂજ્ય શ્રી ભાઇકાકા તથા ભીખાભાઇનું સમર્પણ તથા યોગદાન, ડૉ.એચ.એમ પટેલ, ડૉ.સી.એલ. પટેલ તથા વર્તમાન સમયમાં એન્જીનીયર ભીખુભાઇ પટેલ ના વડપણ હેઠળ સંસ્થા એ ઘણા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. શ્રી જગદીશભાઈ પટેલ(૧૯૮૬) તથા ગ્રુપ ૨૫ લાખ રૂ, શ્રી રાગેશભાઈ પટેલ (૧૯૮૬) એ ૧૧ લાખ રૂ, શ્રી શંકરભાઇ પટેલ(૧૯૭૭) એ ૫.૫૧ લાખ રૂશ્રી રણછોડભાઈ પટેલ(૧૯૬૩) એ ૫.૫૧ લાખ રૂ, શ્રી શૈલેષભાઈ પટેલ(૧૯૮૨) એ ૧.૫૧ લાખ રૂ.,શ્રી પ્રવીણભાઈ પટેલે(૧૯૮૧) એ ૧.૫૧ લાખ રૂ,તથા શ્રી રજનીભાઈ પટેલે૧.૫૧ લાખ રૂ નુંદાન બી.વી.એમ ના ૭૪માં સ્થાપના દિને આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બી.વી.એમ ના ૨૦૦૦૦ થી વધુએન્જીનીયર્સ સમગ્ર વિ શ્વમાં ઔદ્યોગિક, સામાજિક, શૈક્ષણીક, રાજકીય તથા આધ્યાત્મિક ક્ષેત્રે કાર્યરત છે તથા બી.વી.એમના સ્થાપનાકાળથી શુભેચ્છકો, દાનવીરો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, કમ્પ્યુટર લેબ્સ તથા લાયબ્રેરી અપગ્રેડેશન માટે સિંહફાળો રહેલ છે.

આ પ્રસંગે ઉપસ્થિત સંતોનું મુખ્ય અતિથિઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તથા પૂજ્યશ્રી ભગવતચરણ દાસજી એ બી.વી.એમ ના ફાઉન્ડેશન સ્ટોનની પૂજા કરી હતી તથા મહાપુજામાં ઉપસ્થિ ત સર્વે જનો એ બી.વી.એમ કેમ્પસ ખાતે ૭૪ જેટલા વૃક્ષોની રોપણી કરી હતી. ઉપરોક્ત પ્રસંગે સમગ્ર વિશ્વમાંથી ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, એલ્મનીમમ્‌ેબર્સ, અધ્યાપકો યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા તથા ૭૪માં સ્થાપના દિનની ઉજવણીને સફળ બનાવવા માટે દરેક વિભાગીય વડાઓ, અધ્યાપકો, શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક કામગીરી હાથ ધરી હતી.

Related posts

આણંદ : રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ વિના મુલ્યેના અનાજ પુરવઠાનું વિતરણ શરૂ…

Charotar Sandesh

હવે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ નહિ, આઈટીઆઈમાં જવું પડશે…

Charotar Sandesh

કોરોના સામે જાગૃતિને લઇ ડાકોરના ગાયકે બનાવ્યો ગરબો….

Charotar Sandesh