પટના : કોરોના વાયરસના વધતા ચેપને ધ્યાનમાં રાખીને બિહાર સરકારે આગામી ૧૫ દિવસ સુધી એટલે કે ૧૬ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. આ સમય દરમિયાન, બધી ઇમરજન્સી સેવાઓ સરફ્રતાથી ચાલુ રહેશે. બિહાર લોકડાઉન અંગે વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંગેની દરખાસ્ત ૧૪ જુલાઈ, સોમવારે જ તૈયાર કરવામાં આવી હતી. આ અંગેના અંતિમ નિર્ણય માટે મુખ્ય સચિવ દીપક કુમારની અધ્યક્ષતામાં ૧૪ જુલાઈ, મંગફ્રવારે ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ (સીએમજી)ની બેઠક મફ્રી હતી. મુખ્ય સચિવ દીપક કુમારે જણાવ્યું હતું કે, મંગફ્રવારે મફ્રેલી બેઠકમાં સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાદવાનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે અગાઉ સંબંધિત જિલ્લાના ડીએમને લોકડાઉન કરવાનો નિર્ણય લેવાની સત્તા આપી હતી.