Charotar Sandesh
ઈન્ડિયા

બેંકો બાદ LICની એનપીએમાં જંગી વધારોઃ ૩૬૬૯૪ કરોડને પાર…

માત્ર એક જ વર્ષમાં એલઆઇસીની એનપીએમાં ૨ ટકાનો વધારો…

૨૦૧૯-૨૦માં એનપીએમાં ૮.૧૭ ટકાનો વધારો, એક વર્ષ પહેલાં ૬.૧૫ ટકા હતો…

ન્યુ દિલ્હી : બેંકો બાદ સરકારી ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ની એનપીએમાં પણ જંગી વધારો થયો છે. ૨૦૧૯-૨૦માં એનપીએ ૮.૧૭ ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા આ આંકડો ૬.૧૫ ટકા હતો. સ્પષ્ટ છે કે માત્ર એક જ વર્ષમાં એલઆઈસીની એનપીએમાં ૨ ટકાનો વધારો નોંધાયો છે.
એલઆઈસીની કુલ સંપત્તિ ૩૧.૯૬ લાખ કરોડની થઈ ગઈ છે જેમાં નાણાંકીય વર્ષ ૨૦૧૯ની તુલનામાં સામાન્ય વધારો થયો છે. ગયા વર્ષે એલઆઈસીની સંપત્તિ ૩૧.૧ લાખ કરોડ રૂપિયા હતી.
એલઆઈસીના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું છે કે, અર્થવ્યવસ્થામાં જે સ્થિતિ પેદા થઈ છે એનપીએ તેનો જ પરિણામ છે. ખાસ કરીને કોર્પોરેટ સેક્ટરમાં ડિફોલ્ટ અને ડાઉનગ્રેડને કારણે એનપીએમાં ઘટાડો થયો છે.
૨૦ માર્ચે એલઆસીની એનપીએ ૩૬,૬૯૪.૨૦ કરોડ રૂપિયા હતી જે ગયા વર્ષે ૨૪,૭૭૨.૨ કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધી એલઆઈસીની એનપીએ વધીને ૩૦,૦૦૦ કરોડ સુધી પહોંચી ગઈ હતી.

Related posts

હું હજુ ૨૧ વર્ષનો, મેચ્યોરિટી આવતાં વાર લાગશેઃ ઋષભ પંત

Charotar Sandesh

બ્લેક ફંગસની દવા દુનિયામાં જ્યાં પણ મળે, ભારત લાવવામાં આવે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

ભારતના ૬ આરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વોટ્‌સઅપના માધ્યમથી મળી

Charotar Sandesh