Charotar Sandesh
વર્લ્ડ

બેરૂત બ્લાસ્ટ : મૃત્યુઆંક વધીને ૧૦૦ થયો, ૪૦૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત : ૨.૫૦ લાખ લોકો ઘરવિહોણા

બેરૂત : લેબેનોનના પાટનગર બેરૂતમાં બે મહાવિસ્ફોટ થયા હતા. એ વિસ્ફોટનું સ્પષ્ટ કારણ જાહેર થયું ન હતું. એમાં અસંખ્ય ઈમારતોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. જોકે, લેબેનોન પીએમએ એમોનિયમ નાઇટ્રેટમાં વિસ્ફોટ થયો હોવાનું જણાવ્યું છે.

લેબનાનના રાષ્ટ્રપતિ મિશેલ આઉને બુધવારે તાત્કાલિક કેબિનેટની બેઠક બોલાવી હતી અને કહ્યું હતું કે બેરૂતમાં મોટાપાયે થયેલા વિસ્ફોટ બાદ ઓછામાં ઓછા ૧૦૦ લોકોનાં મોત અને ૪,૦૦૦ અન્ય ઘાયલ થયાં પછી બે અઠવાડિયાની કટોકટીની સ્થિતિ જાહેર કરવી જોઈએ. મંગળવારે થયેલા વિસ્ફોટથી શહેરભરમાં ઝટકાઓ અનુભવાયા છે. પાટનગરની બહારના વિસ્તારો સુધી વ્યાપક નુકસાન થયું હતું. આ ઘટનાના વિશ્વભરમાં પડધા પડ્યા છે. પરમાણુ બોમ્બ ફાટ્યો હોય તેવા ભયાનક વિસ્ફોટથી એક કિલોમીટરનો વિસ્તાર સાફ થઈ ગયો છે. લોકો રીતસરના રડવા લાગ્યા હતા. રોડ પર દોડતી ગાડીઓ હવામાં ફંગોળાઈ ગઈ હતી. બૈરૂતમાં આ વિસ્ફોટને પગલે ૨.૫૦ લાખ લોકો ઘરવિહોણા બની ગયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે મૃત્યુઆંક હજુ વધુ વધશે કેમ કે આપાતકાલિન કર્મચારીઓ બચી ગયેલા લોકોની શોધખોળ માટે કાટમાળને ફંફોસી રહ્યાં છે.

બેરૂકના શહેર ગવર્નર મારવાન અબાઉદે કહ્યું કે ૨,૦૦,૦૦૦ થી ૨૫૦,૦૦૦ લોકો ઘરો ગુમાવી ચૂક્યા છે અને અધિકારીઓ તેમને ખોરાક, પાણી અને આશ્રય આપવા પર કામ કરી રહ્યા છે. વિસ્ફોટનું કારણ તાત્કાલિક સ્પષ્ટ થઈ શક્યું નથી. અધિકારીઓએ આ વિસ્ફોટને લગભગ ૨,૭૫૦ ટન જપ્ત કરેલી એમોનિયમ નાઇટ્રેટ સાથે જોડ્યો હતો જે છ વર્ષથી બંદરના વેરહાઉસમાં સંગ્રહિત હતો.

Related posts

અમેરિકામાં મૃત્યુઆંક ૧ લાખને પાર,૧૭ લાખથી વધુ લોકો સંક્રમિત…

Charotar Sandesh

અમેરિકાના કાઉન્ટર ટેરિઝ્મ ડિરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન લોયર શ્રી કશ્યપ પટેલની નિમણુંક…

Charotar Sandesh

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને જર્મનીની રસી આ વર્ષના અંત સુધીમાં તૈયાર થાય તેવી શક્યતા…

Charotar Sandesh